અમરેલીમાં પાટીદાર દિકરી મુદ્દે રાજકીય ખેંચતાણ, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું-જે થયું તે યોગ્ય નથી

B INDIA અમરેલી :-  અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વિવાદે રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા. તો બીજી તરફ પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ મુદ્દે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે, જે થયું તે યોગ્ય નથી અને આવું ના થવું જોઈએ.પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢયું છે તે ના થવું જોઈએ.આ ઘટનાને પુરષોત્તમ રૂપાલાએ વખોડી હતી. સાથે સાથે કહ્યું કે, એસપી દ્વારા જે કમિટી નીમાઈ છે તેમાં તપાસ થવી જોઈએ. સાંસદે કહ્યું કે, પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી. સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે,કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઇ જાય છે.

-> પાયલ ગોટીનો વિવાદ કેમ સર્જાયો? :- અમરેલીમાં પાયલ ગોટીકાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા. આ જ વિવાદમાં પાયલ ગોટી પર આંગળી ઊઠી કે તેણે જ લેટર વાયરલ કરાવ્યો છે. બસ, આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાતે લેટરકાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની મહિલા પણ હતી.

-> ન્યાય મળે તે માટે હુંકાર: કથીરિયા :- નકલી લેટરકાંડમાં મુદ્દે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અમરેલીમાં જે દીકરી પર પોલીસ કાર્યવાહી થઈ છે એ નિંદનીય છે. આ મામલે વકીલો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને દીકરીનું નામ આ લેટરકાંડમાંથી હટાવવામાં આવે એ અંગે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દેવાયું છે. કોર્ટ કાર્યવાહી થઇ રહી છે.

Related Posts

Delhi યુનિવર્સિટી ચૂંટણી પરિણામ 2026: ABVPએ 4માંથી 3 બેઠકો જીતી, અપક્ષ દીપાંશુ શોકીને ઉપાધ્યક્ષ પદ કબજે કર્યું

નવી દિલ્હી : Delhi યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ચૂંટણી 2026ના પરિણામો જાહેર થઈ ગયા છે. 20 રાઉન્ડની મતગણતરી બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ડૂસુની ચાર મુખ્ય બેઠકોમાંથી ત્રણ પર જીત મેળવી છે. ABVPએ અધ્યક્ષ, સચિવ અને સંયુક્ત સચિવની બેઠકો પોતાના નામે કરી છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શોકીને જીત મેળવી છે. આ વખતે ડૂસુના ચારેય કેન્દ્રીય પદોમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ને એક પણ બેઠક મળી નથી. ચૂંટણીમાં ABVP, NSUI, AISA-SFI ગઠબંધન સહિત વિવિધ ઉમેદવારો મેદાનમાં હતા. યશ ડબાસ બન્યા ડૂસુના અધ્યક્ષ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ABVPના યશ ડબાસે જીત મેળવી છે. તેમને કુલ 24,576 મત મળ્યા હતા. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી NSUIના વિજય શંકર મીનાને 22,523 મત મળ્યા હતા. આ રીતે ડબાસે…

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, Life Save

આદિજાતિ વિસ્તારોમાં 108 Ambulance હવે 10 મિનિટમાં પહોંચાડવાનું આયોજન, 89 નવી Ambulance મૂકાશે Ambulance ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ ઝડપી અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 108 ઇમરજન્સી Ambulance સેવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિ અને અંતરના કારણે હાલમાં 108 Ambulanceને પહોંચવામાં રાજ્યના સરેરાશ સમય કરતાં વધુ સમય લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે આ વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ 89 નવી એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે.રાજ્ય સરકારના આયોજનનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ વિસ્તારોમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા વધુ ઝડપી બનાવવાનો છે. નવી એમ્બ્યુલન્સના ઉમેરા બાદ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને આશરે 10 મિનિટ સુધી લાવવાનું આયોજન કરવામાં આવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *