ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ સિદ્ધિ હાંસલ કરી, 4 હજાર રન બનાવનારી બીજી ક્રિકેટર બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઈતિહાસ રચ્યો છે. સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરી 2025 રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ઈનિંગની શરૂઆત કરતી વખતે મંધાના શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. ટીમ માટે તેણે 29 બોલનો સામનો કરીને 141.38ના સ્ટ્રાઈક રેટથી 41 રનની વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 4000 રન બનાવનારી ભારતની બીજી ખેલાડી બની ગઈ છે. 28 વર્ષની મહિલા બેટ્સમેને ભારત અને આયર્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન આ ખાસ સિદ્ધિ મેળવી છે. મેચ દરમિયાન ઇનિંગ્સનો 40મો રન પૂરો કરીને તેણે વનડેમાં 4000 રન પૂરા કરવાની વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી.

ભારતની મહિલા વનડેમાં અત્યાર સુધી માત્ર બે ખેલાડીઓએ 4000નો આંકડો પાર કર્યો છે. પૂર્વ કેપ્ટન મિતાલી રાજનું નામ પ્રથમ સ્થાને આવે છે. જેણે 232 મેચની 211 ઇનિંગ્સમાં 50.68ની એવરેજથી 7805 રન બનાવ્યા છે. તેના પછી હવે સ્મૃતિ મંધાનાએ 4000નો આંકડો પાર કરી લીધો છે. તેણે દેશ માટે અત્યાર સુધીમાં કુલ 95 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેના બેટથી 95 ઇનિંગ્સમાં 44.95ની એવરેજથી 4001 રન બનાવ્યા છે.

Related Posts

KN યુનિવર્સિટીમાં શુભારંભ 2026નો ભવ્ય પ્રારંભ, નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત 2026 Grand Monumental

KN યુનિવર્સિટીમાં ‘શુભારંભ 2026’નો ભવ્ય પ્રારંભ: નવા શૈક્ષણિક વર્ષ 2026-27નું ઉમંગભેર સ્વાગત, વિદ્યાર્થીઓમાં નવી ઊર્જાનો સંચાર  KN યુનિવર્સિટીમાં શુભારંભ 2026નો ભવ્ય પ્રારંભ, નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત  KN University, શુભારંભ 2026,…

પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં ફરી નંબર-૧, હાંસલ કરી મોટી સિદ્ધિ 2026 Champion Unstoppable

નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય  પવન ઊર્જામાં ગુજરાત ફરી નંબર-1, 16,086 મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં ટોચનું સ્થાન  ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *