કચ્છ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ગેમમાં પૈસા હારી જતા કિશોરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

B india કચ્છ :- મોબાઇલમાં રમાતી ગેમ દિવસેને દિવસે કિશોરો અને યુવાનો માટે વ્યસન બનતું જાય છે. જેણા દુષ્પરિણામના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. તેવો જ એક કિસ્સો કચ્છમાં બન્યો છે. મોબાઈલ ગેમમાં હાર મળતા કિશોર ઝેરી દવા ઘટઘટાવીને જીવન ટૂંકાવ્યું છે. મોબાઈલ ગેમે કિશોરનો જીવ લીધો છે.

મળતી માહિતી મુજબ, કચ્છના ભુજ નજીક મોખાણા ગામમાં માતાપિતા માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોખયના ગામમાં આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષીય કિશોર કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં રોજ વિવિધ ગેમ્સ રમતો રહેતી હતો.

ગત 4 જાન્યુઆરીના રોજ મોબાઇલની કોઈ ગેમમાં હારી જતાં ઘેરા આઘાતમાં આવી ગયો હતો. જેથી કિશોર નિંદામણ બાળવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. મોબાઈલ ગેમમાં હારી જતાં આવેશમાં આવી ઝેરી દવા ઘટઘટાવતા કિશોરને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં સારી પડ્યો હતો.

Related Posts

KN યુનિવર્સિટીમાં શુભારંભ 2026નો ભવ્ય પ્રારંભ, નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત 2026 Grand Monumental

KN યુનિવર્સિટીમાં ‘શુભારંભ 2026’નો ભવ્ય પ્રારંભ: નવા શૈક્ષણિક વર્ષ 2026-27નું ઉમંગભેર સ્વાગત, વિદ્યાર્થીઓમાં નવી ઊર્જાનો સંચાર  KN યુનિવર્સિટીમાં શુભારંભ 2026નો ભવ્ય પ્રારંભ, નવા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત  KN University, શુભારંભ 2026,…

પવન ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં ફરી નંબર-૧, હાંસલ કરી મોટી સિદ્ધિ 2026 Champion Unstoppable

નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: 16,086 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જામાં દેશનું અગ્રણી રાજ્ય  પવન ઊર્જામાં ગુજરાત ફરી નંબર-1, 16,086 મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં ટોચનું સ્થાન  ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *