નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ
એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને…
IAS અધિકારીઓની ઉદાસીનતા: ધોળકામાં પ્રદૂષણ મુદ્દે કોર્ટની નોટિસ
પંકજ મકવાણા – અમદાવાદ: ધોળકા અને તેની આસપાસના ગામોના જળસ્ત્રોતોમાં ફેલાયેલા ગંભીર પ્રદૂષણને ન રોકી શકવા બદલ ગુજરાત હાઈકોર્ટે કડક પગલાં લીધાં છે. કોર્ટે ચાર આઈએએસ અધિકારીઓ અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે અદાલતના આદેશોનું પાલન ન કરવા બદલ ‘કોર્ટના તિરસ્કાર’ની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ચેરમેન આર.બી. બારડ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન એમ. થેન્નારસન, મેનેજિંગ ડિરેક્ટર રમ્યા મોહન અને ધોળકાના ચીફ ઓફિસર પ્રાર્થના જાડેજાનો સમાવેશ થાય છે. જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની બેન્ચે 25 સપ્ટેમ્બરે આ નોટિસ જારી કરી, જે 2018ની એક જનહિત અરજી (PIL)ના સંદર્ભમાં છે. આ અરજીમાં હાર્દિક શાહે આક્ષેપ કર્યો હતો કે ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી અને ઔદ્યોગિક એકમોનું રાસાયણિક…
NAVRATRI 2025 : આજે છે દુર્ગા અષ્ટમી, મા મહાગૌરીની પૂજા કરવાનો પાવન દિવસ
શારદીય નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે અને આજે દુર્ગા અષ્ટમી, નવરાત્રિનો આઠમો દિવસ, ભક્તિ અને શક્તિની આરાધનાનો ખાસ અવસર છે. આ પાવન દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ ‘મા મહાગૌરી’ની પૂજા કરવામાં આવે છે. મા મહાગૌરીને શુદ્ધતા, શાંતિ અને આશીર્વાદોની દેવી માનવામાં આવે છે. મા મહાગૌરી: શાંતિ અને શક્તિનું દૈવી સ્વરૂપ મા મહાગૌરીનું રૂપ અતિ તેજસ્વી અને ગુણાત્મક છે. તેમનો રંગ ગોરો છે, જેમ શંખ, ચંદ્ર અને કુંદના ફૂલો જેવો. માતાજીના ચાર હાથ છે, તેઓએ સફેદ વસ્ત્ર ધારણ કર્યાં છે અને તેઓ વૃષભ (બળદ) પર સવાર છે. એક હાથમાં ત્રિશૂળ, એકમાં ડમરૂ, અને બે હાથ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં છે. મહાગૌરીની આરાધનાથી ભક્તોના પાપ દૂર થાય છે અને દુર્લભ સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય…
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું કરાયું આયોજન
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા સ્વચ્છ ભારત મિશન’ ના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાનને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડકટર સહીતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા ,આ રેલીમાં કમર્ચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચારો સાથે પ્લેકાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી ,અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. Follow us On Social Media…
રાજકોટ જિલ્લામાં અકસ્માત: ઉપલેટા શહેરમાં 2 ઇંચ ભારે વરસાદથી વર્ષો જૂનુ બંધ મકાન ધરાશાયી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે એક જૂનુ અને લાંબા સમયથી બંધ મકાન તૂટી પડ્યું છે. સવારે વહેલી તડકે બનેલી આ ઘટના લોકોમાં ચકચાર ફેલાવી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગઈ રાત્રે ઉપલેટા પંથકમાં આશરે 2 ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો, જે અચાનક શહેરમાં પૂરવર્ષા જેવા પરિસ્થિતિ સર્જી. આ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ભારે વરસાદ અને ભેજના કારણે ઉપલેટા શહેરના એક જર્જરિત મકાનની છત અને કાટમાળ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ મકાન વર્ષો જૂનું અને લાંબા સમયથી બંધ હતું, જેના કારણે કોઈપણ વ્યક્તિના મોત કે ઘાયલ થવાના આશંકા ટાળી શકાય. ઘટનાની જાણ થતાં ઉપલેટા વહીવટ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા…
ધારાસભ્ય હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ થયું રદ, હાઇકોર્ટે આપી મોટી રાહત
ધારાસભ્ય હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે હાર્દિક પટેલ સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટને રદ કરી દીધું છે. હાર્દિક પટેલ પર 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આવતા ધરપકડ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ અમદાવાદના નિકોલ પોલીસ મથકમાં નોંધાયેલ હતી. ધારાસભ્ય હાર્દિક પટેલ પર પરવાનગી વિના ધરણાં પર બેસવાના આરોપમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ માટે વોરંટ કાઢી હતી. હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપતા, હાઇકોર્ટે તેમની બાંહેધરી બાદ વોરંટ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હાર્દિક પટેલ માટે મોટી રાહત તરીકે જોવાય છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત પર વરસાદી આફતનું સંકટ : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં
ગુજરાત હવે ફરીથી એક ભારે પવન અને વરસાદની દુહા સામે ઊભું છે. અરબી સમુદ્રમાં ઊંડા દબાણ (Deep Depression) અને બંગાળની ખાડીમાં સક્રિય થતી નવી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત માટે બેવડી ચિંતા સર્જી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) તથા ખાનગી હવામાન એજન્સીઓએ આગામી ૪૮ કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ઊંડું દબાણ, બંગાળમાં નવી સિસ્ટમ IMDના જણાવ્યા પ્રમાણે, ગુજરાતને અડીને અરબી સમુદ્રમાં ઊંડું દબાણ સર્જાયું છે, જેના કારણે ભેજ ભરેલું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર ઝોન આકાર લઈ રહ્યું છે, જેના સંયુક્ત પ્રભાવથી સમગ્ર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના કેટલાંક વિસ્તારો માટે “અલર્ટ” અગાઉના ચોમાસાની ઋતુ સમાપ્ત થવાની આસપાસ…















