પંચાંગ /26 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથિ દ્વાદશી (બારસ) 10:25 PM નક્ષત્ર વિશાખા 07:16 PM કરણ ભાવ, બાલવ 09:17 AM પક્ષ શુક્લ યોગ સિદ્ધ 11:38 AM વાર શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:24 AM ચંદ્રોદય 04:30 PM ચંદ્ર રાશિ 12:34 PM સૂર્યાસ્ત 07:22 PM ચંદ્રાસ્ત 02:52 AM ઋતુ વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શક સંવત 1948 પરાભવ કાળી સંવત 5127 દિન કાળ 13:57:48 વિક્રમ…
મોહર્રમ જુલૂસ દરમિયાન કાર બ્લાસ્ટનો વીડિયો વાયરલ, VHPએ તપાસ અને કાર્યવાહી કરવાની કરી માંગ
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહર્રમ જુલૂસ દરમિયાન બનેલી એક ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ક્રેનની મદદથી હવામાં લટકાવવામાં આવેલી એક વૅનને વિસ્ફોટ સાથે ઉડાવવામાં આવતી હોવાનું જોવા મળતાં વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ માહિતી મુજબ, 23 જૂનની રાત્રે બડનગરમાં નીકળેલા મોહર્રમ જુલૂસ દરમિયાન આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક ક્રેન દ્વારા વૅનને અંદાજે 40 ફૂટની ઊંચાઈએ લટકાવવામાં આવી હોવાનું જોવા મળે છે. વીડિયોમાં કેટલાક યુવકો વાહન નજીક ઝંડા લહેરાવતા પણ નજરે પડે છે. ત્યારબાદ થોડા જ ક્ષણોમાં વાહનમાં જોરદાર ધડાકો થતો હોવાનું વીડિયોમાં દેખાતું હોવાથી સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી છે. VHPએ ઉઠાવ્યા ગંભીર સવાલો VHPના રાષ્ટ્રીય પ્રવક્તા…
ડોક્ટરો અને હોસ્પિટલોને મોટી રાહત: નાની વહીવટી ભૂલો પર હવે જેલ નહીં, માત્ર દંડની જોગવાઈ
દેશના હેલ્થકેર સેક્ટર માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Ministry of Health and Family Welfare દ્વારા Clinical Establishments Act, 2010માં સુધારા કરીને હોસ્પિટલો અને ક્લિનિકોને મોટી રાહત આપવામાં આવી છે. નવા નિયમો અનુસાર હવે વહીવટી અથવા કાગળની નાની ભૂલો માટે જેલની સજા નહીં થાય, પરંતુ માત્ર વહીવટી દંડ વસૂલવામાં આવશે. જન વિશ્વાસ અધિનિયમ હેઠળ સુધારા સરકારે Jan Vishwas Act 2026 હેઠળ આ ફેરફારો અમલમાં મૂક્યા છે. હેતુ એ છે કે હેલ્થ સેક્ટરમાં નાની પ્રક્રિયાત્મક ભૂલોને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢીને વ્યવસાયને વધુ સરળ અને વ્યવહારુ બનાવવામાં આવે. આ સુધારા હેઠળ કાયદાની પાંચ મહત્વપૂર્ણ કલમો – 40, 41, 43, 44 અને 46માં ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને કલમ 40, 43 અને 46માં ‘ફાઇન’ (Fine) શબ્દને બદલે…
LPG ગ્રાહકો માટે મોટી રાહત, સરકારે હટાવ્યો સપ્લાય પ્રતિબંધ; હવે મળશે ભરપૂર ગેસ
વ્યાપારી અને ઔદ્યોગિક એલપીજી ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. Ministry of Petroleum and Natural Gas દ્વારા નોન-ડોમેસ્ટિક પેક્ડ એલપીજી (LPG) સપ્લાય પર અગાઉ લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ હવે હોટેલ, રેસ્ટોરન્ટ, નાના ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય વ્યાપારી એકમોને ફરીથી પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ થશે. શા માટે લાદવામાં આવ્યા હતા પ્રતિબંધ? પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવેલા અવરોધોને કારણે એલપીજીની આયાત પર અસર પડી હતી. તે સમયે સરકારે ઘરગથ્થુ ગ્રાહકોને રસોઈ ગેસની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વ્યાપારી અને ઔદ્યોગિક સપ્લાય પર અસ્થાયી નિયંત્રણો લાગુ કર્યા હતા. આ દરમિયાન પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા C3 અને C4 હાઇડ્રોકાર્બન સ્ટ્રીમ્સને ઘરગથ્થુ એલપીજી ઉત્પાદન તરફ ડાયવર્ટ…
ઈરાન માટે ભારતની નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર, બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ
ઈરાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં બીજી વખત બહાર પાડવામાં આવેલી આ માર્ગદર્શિકામાં ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. Embassy of India in Tehran દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા સ્થિતિમાં સુધારાના સંકેતો જોવા મળ્યા છે, પરંતુ પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય બની નથી. ભારતીયોને વિશેષ સાવચેતી રાખવા અપીલ દૂતાવાસે જણાવ્યું છે કે જેમના માટે ઈરાનની મુસાફરી અનિવાર્ય હોય અથવા જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં રહેતા હોય, તેમણે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી સુરક્ષા સંબંધિત માહિતી મેળવતા રહેવા પણ અપીલ કરવામાં…
ગુજરાતના 17 અધિકારીઓને IAS કેડરમાં બઢતી, કેન્દ્ર સરકારે નિમણૂકને આપી મંજૂરી
ગુજરાત રાજ્યની વહીવટી સેવાના 17 અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS)માં બઢતી આપવાના મહત્વપૂર્ણ નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત આ અધિકારીઓની IAS કેડરમાં નિમણૂક કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં તેમને વિવિધ જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને રાજ્યની વહીવટી સેવાઓમાં મહત્વપૂર્ણ પ્રમોશન તરીકે જોવામાં આવી રહ્યો છે. નિમણૂક પામેલા અધિકારીઓ અત્યાર સુધી ગુજરાત વહીવટી સેવામાં વિવિધ જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. આ અધિકારીઓને મળી IASમાં નિમણૂક મંજૂરી મેળવનાર અધિકારીઓમાં આર. એન. કુછરા, આર. પી. પટેલ, સી. બી. ગણાત્રા, સી. એ. ગાંધી, બી. એન. પટેલ, એમ. કે. જોશી, એ. કે. જોશી, કે. એસ. ઝાલા, વી. કે. જાદવ, ડી. કે. પટેલ, બી. એચ. પટેલ, આઈ. આર. વાળા, એમ. ડી. ચૂડાસમા,…
અયોધ્યાના રામ મંદિર દાન કૌભાંડ મામલે 8 લોકો સામે FIR, SIT તપાસ બાદ કાર્યવાહી
અયોધ્યામાં આવેલા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને કૌભાંડના મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિશેષ તપાસ ટીમ (SIT)ની ભલામણ બાદ આ કેસમાં આઠ લોકો સામે FIR નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદને આધારે પ્રાથમિક તપાસમાં સામે આવેલા તથ્યોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. FIRમાં રમાશંકર યાદવ (ટિન્નૂ યાદવ), અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ, કરુણેશ અને લવકુશ મિશ્રાના નામ સામેલ કરવામાં આવ્યા છે. આરોપીઓ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ મુજબ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 306, 316(5),…
વેનેઝૂએલામાં પ્રચંડ ભૂકંપથી ભારે તબાહી, મૃત્યુઆંકમાં મોટા વધારાની આશંકા
વેનેઝૂએલામાં એક પછી એક આવેલા શક્તિશાળી ભૂકંપોએ વ્યાપક વિનાશ સર્જ્યો હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર અનુક્રમે 7.5 અને 7.2ની તીવ્રતાના ભૂકંપોથી અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે, જ્યારે હજારો લોકો પ્રભાવિત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, માત્ર થોડા સેકન્ડના અંતરે આવેલા આ બે ભૂકંપોના કારણે અનેક રહેણાંક અને વ્યાવસાયિક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. બચાવ દળો સતત મલબા નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં લાગેલા છે. મૃત્યુઆંક વધવાની ભીતિ United States Geological Survey દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક મૂલ્યાંકન મુજબ ભૂકંપની તીવ્રતા અને અસરને ધ્યાનમાં લેતા મૃત્યુઆંકમાં નોંધપાત્ર વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે સ્થાનિક સત્તાવાળાઓએ હજી સુધી મર્યાદિત સંખ્યામાં મોત અને સેંકડો લોકો ઘાયલ થયાની પુષ્ટિ…
સુરેન્દ્રનગરમાં મોહર્રમ પર્વ: તાજિયા જુલૂસ રૂટ પર પોલીસનું લોખંડી બંદોબસ્ત, સુરક્ષાનું ચુસ્ત કવચ.
સુરેન્દ્રનગરમાં મોહર્રમ નિમિત્તે સુરક્ષાનું ચુસ્ત કવચ: તાજિયા જુલૂસના રૂટ પર પોલીસનો કાફલો તહેનાત સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં મોહર્રમના પવિત્ર પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થનારા તાજિયા જુલૂસના રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને નાગરિકો શાંતિપૂર્ણ રીતે ધાર્મિક વિધિ સંપન્ન કરી શકે. સુરક્ષા અને રૂટ વ્યવસ્થા: જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે: રૂટ પર નિયંત્રણ: તાજિયા જુલૂસ જે માર્ગો પરથી પસાર થવાના છે, ત્યાં પોલીસ દ્વારા રૂટ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. અમુક સંવેદનશીલ વિસ્તારોમાં વાહન વ્યવહારને…
જસદણમાં હૃદયદ્રાવક ઘટના: ૯ વર્ષની માસૂમ દીકરીના મોત બાદ આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ વિરુદ્ધ પરિજનોનો જંગ.
જસદણમાં હૃદયદ્રાવક ઘટના: ૯ વર્ષની માસૂમ દીકરીના મોત બાદ આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ વિરુદ્ધ પરિજનોનો જંગ, મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર જસદણ: રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી ‘આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ’ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે. શાળાના હોસ્ટેલ કેમ્પસમાં અભ્યાસ કરતી માત્ર ૯ વર્ષની એક માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટના બાદ બાળકીના પરિવારજનોએ શાળા સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દેતા મામલો ગરમાયો છે. શું હતી ઘટના અને કેવી રીતે સામે આવી? પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક બાળકી શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. અચાનક શાળા તરફથી પરિવારને જાણ કરવામાં આવી હતી કે બાળકીની તબિયત લથડતા તેને હોસ્પિટલ…
















