અંક જ્યોતિષ/03 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /03 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી તૃતીયા (ત્રીજ) 11:23 AM નક્ષત્ર શ્રાવણ 11:47 AM કરણ : વિષ્ટિ ભદ્ર 11:23 AM ભાવ 11:23 AM પક્ષ કૃષ્ણ યોગ વિશ્કુમ્ભ 04:59 PM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:27 AM ચંદ્રોદય 09:48 PM ચંદ્ર રાશિ મકર સૂર્યાસ્ત 07:22 PM ચંદ્રાસ્ત 08:09 AM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…

સીરિયાની રાજધાની દમાસ્કસના કાફેમાં ભીષણ વિસ્ફોટ, 9નાં મોત અને 20 ઘાયલ; સુરક્ષા એજન્સીઓ તપાસમાં

સીરિયાની રાજધાની દમાસ્કસમાં ગુરુવારે એક કાફેમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું સીરિયાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. વિસ્ફોટ શહેરના મુખ્ય કોર્ટ સંકુલ નજીક આવેલા કાફેમાં થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરકારી મીડિયા અનુસાર, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો વિસ્ફોટ બાદ સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈપણ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. દમાસ્કસના ગવર્નર માહેર ઇદલીબીએ જણાવ્યું કે ગૃહ મંત્રાલય પ્રાથમિક તપાસના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરશે. તેમના જણાવ્યા મુજબ, પ્રાથમિક…

વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ કેન્દ્ર સરકારની નોટિસ, યુઝરનેમ ફીચર અંગે માંગ્યો ખુલાસો

વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર અંગે નોટિસ મોકલ્યાના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ ફટકારી છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે બંને મેસેજિંગ પ્લેટફોર્મને યુઝરનેમ ફીચર અને તેના કારણે ઊભા થઈ શકતા સાયબર જોખમોને લઈને સ્પષ્ટતા આપવા જણાવ્યું છે. સરકારે નોટિસમાં ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી, ફિશિંગ અને અન્ય સાયબર ગુનાઓને રોકવા માટે પ્લેટફોર્મ્સ દ્વારા અપનાવવામાં આવેલા સુરક્ષા ઉપાયો અંગે વિગતવાર માહિતી માગી છે. ટેલિગ્રામના યુઝરનેમ ફીચર પર સરકારના સવાલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેલિગ્રામને મોકલાયેલી નોટિસમાં માહિતી ટેકનોલોજી મંત્રાલયે સવાલ કર્યો છે કે પ્લેટફોર્મ પર યુઝરનેમ ફીચર ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવામાં આવે. સરકારનું માનવું છે કે આવા ફીચર્સનો દુરુપયોગ કરીને સાયબર ઠગાઈ અને ફિશિંગના બનાવોમાં વધારો થઈ શકે છે. ટેલિગ્રામ અને સિગ્નલ બંનેને…

રામ મંદિર દાન ચોરી મામલો: ચંપત રાય-અનિલ મિશ્રાની મુશ્કેલી વધી, ટ્રસ્ટની નોટિસ અને FIRની માંગથી વિવાદ ગરમાયો

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન ચોરીના આરોપોને લઈને વિવાદ વધુ ગંભીર બન્યો છે. સમગ્ર મામલે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 6 જુલાઈએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રા પાસેથી કારણ દર્શાવો નોટિસ દ્વારા લેખિત તેમજ મૌખિક સ્પષ્ટતા માંગવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. ટ્રસ્ટના નિયમો મુજબ કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત પક્ષનો ખુલાસો લેવો જરૂરી હોવાથી આ બેઠક પર સૌની નજર છે. ટ્રસ્ટની બેઠકમાં શું થશે? સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠક દરમિયાન ચંપત રાય અને ડૉ. અનિલ મિશ્રાને દાન ચોરીના આરોપો અંગે પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવશે. તેમની સ્પષ્ટતા બાદ ટ્રસ્ટ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લઈ શકે છે. ત્રણ પદાધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવાની…

2300થી વધુ નવા તલાટીઓને નિમણૂક પત્રો અપાયા, 21 મહેસૂલી સેવાઓ થઈ સરળ; REVA અને ઈ-ફાઈલિંગ સિસ્ટમ લોન્ચ

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ માટે આજે મહત્વનો દિવસ રહ્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહેસૂલ-તલાટી સંવર્ગમાં પસંદગી પામેલા 2300થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહે તે માટે 21 મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવતી નવી ડિજિટલ પહેલ તેમજ વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અધિકારીઓ, કલેક્ટરો અને નવનિયુક્ત તલાટીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ‘REVA’ સિસ્ટમથી નાગરિકો આપી શકશે સીધો પ્રતિભાવ મહેસૂલી સેવાઓમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે રાજ્ય સરકારે REVA (Revenue Voice and Assistance) નામની નવી કેન્દ્રીય ફીડબેક સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ હેઠળ કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, સબ-રજિસ્ટ્રાર કચેરી અને DILR સહિતની તમામ મહેસૂલી કચેરીઓમાં QR કોડ આધારિત…

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં વાગી ગોળી

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરોપીની પૂછપરછ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન અચાનક કર્યો હુમલો પ્રાપ્ત માહિતી અનુસાર, ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઈશનપુર વિસ્તારના રહેવાસી અને હિસ્ટ્રીશીટર મોહમ્મદ કલીમ ઉર્ફે કલીમ ભૈયાની અટકાયત કરી હતી. આરોપીને વધુ પૂછપરછ માટે ચંડોળા તળાવ વિસ્તારમાં લઈ જવાયો હતો. પૂછપરછ દરમિયાન JCP શરદ સિંઘલ અને પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એન. ઘાસુરા હાજર હતા. આ દરમિયાન આરોપીએ પોતાની પાસે સંતાડેલી છરી કાઢીને અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં શરદ સિંઘલના…

ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, માંગરોળમાં 9 ઇંચ વરસાદ

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ વરસાદે જોર પકડ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યની આસપાસ એકસાથે ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 10 કલાકમાં 109 તાલુકામાં વરસાદ રાજ્યમાં છેલ્લા 10 કલાક દરમિયાન 109 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે. માંગરોળમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ વરસાદી આંકડાઓ…

જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કેશોદ અને માંગરોળમાં 12 કલાકમાં સાડા 9 ઇંચ વરસાદ, NDRFની ટીમ સ્ટેન્ડબાય

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 12 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કેશોદ અને માંગરોળ તાલુકામાં અંદાજે સાડા 9 ઇંચ વરસાદ નોંધાતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને બચાવ કામગીરી માટે NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કેશોદ અને માંગરોળમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર સતત વરસી રહેલા વરસાદને કારણે કેશોદ અને માંગરોળ તાલુકામાં નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ શહેરના દોલતપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સોંદરડા ડેમ પણ ઓવરફ્લો થયો છે. બીજી તરફ, ખેતી માટે અનુકૂળ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી…

શું અમદાવાદ બની રહ્યું છે ડ્રગ્સનું હબ? એરપોર્ટ પરથી ઝડપાયો ₹4 કરોડની કિંમતનો નશીલો જથ્થો.

અમદાવાદ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ ઝડપાયું: બેંગકોકથી આવેલા પેસેન્જર પાસેથી ₹4 કરોડનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત! અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર નશીલા પદાર્થોની તસ્કરીનો મોટો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓએ બાતમીના આધારે હાથ ધરેલી તપાસમાં બેંગકોકથી આવેલી ફ્લાઈટના એક મુસાફર પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે ₹4 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. કેવી રીતે પકડાયો આરોપી? મળતી માહિતી મુજબ, આરોપી બેંગકોકથી અમદાવાદ આવી રહ્યો હતો. એરપોર્ટ પર ઉતર્યા બાદ તેની શંકાસ્પદ હિલચાલને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ તેને અટકાવ્યો હતો. જ્યારે તેના સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી આધુનિક પદ્ધતિથી તૈયાર કરાયેલો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. શું છે…