અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ પ્રહલાદનગર ગાર્ડન ખાતે કર્યો યોગાભ્યાસ
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ પ્રહલાદનગર ગાર્ડન ખાતે કર્યો યોગાભ્યાસ અમદાવાદ: સમગ્ર વિશ્વ આજે યોગના રંગે રંગાયું છે. આજે 21મી જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિન (International Yoga Day) ની વૈશ્વિક સ્તરે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસરે ગુજરાતના અમદાવાદમાં પણ યોગ ઉત્સવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ખાસ ઉપસ્થિત રહીને નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો હતો. પ્રહલાદનગર ગાર્ડન ખાતે સામુહિક યોગાભ્યાસ: મંત્રીઓ અને નાગરિકો એકસાથે જોડાયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની સાથે રાજ્યના ગૃહ…







