એલોન મસ્કના સ્પેસએક્સે xAI કરી હસ્તગત, X પણ જોડાયું આ ગ્રુપમાં

એલોન મસ્કનું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) હવે સ્પેસએક્સ પાસે છે. સ્પેસએક્સે એક સત્તાવાર બ્લોગ પોસ્ટ દ્વારા પુષ્ટિ આપી છે કે એલોન મસ્કનું સ્ટાર્ટઅપ xAI હવે સ્પેસએક્સ સાથે મર્જ થઈ ગયું છે. આ સોદા  બાદ બંને કંપનીઓ એક માળખા હેઠળ આવશે. એલોન મસ્ક કહે છે કે આ સંયુક્ત જોડાણ બંને કંપનીઓ વચ્ચે ઊંડે સુધી જોડાયેલ સિસ્ટમ બનાવશે અને આ સાથે, બંને AI, સેટેલાઇટ અને ડાયરેક્ટ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી શકશે. આ સંપાદનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેકને એક ઇકોસિસ્ટમ હેઠળ લાવવાનો અને ઝડપથી નવીનતા લાવવાનો છે. એલોન મસ્કે મે 2025 માં xAI અને X નું વિલિનીકરણ કર્યું હતું, જેનો અર્થ એ થયો કે SpaceX દ્વારા xAI ના સંપાદનમાં હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો સમાવેશ થાય…