રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન, Starlink સાથે કર્યા LoI
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી Starlink સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.…
એલોન મસ્કના સ્પેસએક્સે xAI કરી હસ્તગત, X પણ જોડાયું આ ગ્રુપમાં
એલોન મસ્કનું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) હવે સ્પેસએક્સ પાસે છે. સ્પેસએક્સે એક સત્તાવાર બ્લોગ પોસ્ટ દ્વારા પુષ્ટિ આપી છે કે એલોન મસ્કનું સ્ટાર્ટઅપ xAI હવે સ્પેસએક્સ સાથે મર્જ થઈ ગયું છે. આ સોદા બાદ બંને કંપનીઓ એક માળખા હેઠળ આવશે. એલોન મસ્ક કહે છે કે આ સંયુક્ત જોડાણ બંને કંપનીઓ વચ્ચે ઊંડે સુધી જોડાયેલ સિસ્ટમ બનાવશે અને આ સાથે, બંને AI, સેટેલાઇટ અને ડાયરેક્ટ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી શકશે. આ સંપાદનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેકને એક ઇકોસિસ્ટમ હેઠળ લાવવાનો અને ઝડપથી નવીનતા લાવવાનો છે. એલોન મસ્કે મે 2025 માં xAI અને X નું વિલિનીકરણ કર્યું હતું, જેનો અર્થ એ થયો કે SpaceX દ્વારા xAI ના સંપાદનમાં હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો સમાવેશ થાય…
X ને મોટો ફટકો, કેન્દ્ર વિરુદ્ધ અરજી કર્ણાટક હાઈકોર્ટે ફગાવી, કહ્યું ‘ભારતીય કાયદાઓનું પાલન કરવું જ જોઈએ’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને આજે કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક્સે કેન્દ્ર સરકાર પર આઈટી એક્ટ દ્વારા સામગ્રીને બ્લોક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે ભારત સરકારની માર્ગદર્શિકાને પડકારતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ નાગા પ્રસન્નાની સિંગલ બેન્ચે એક્સ કોર્પની અરજી પર ચુકાદો આપ્યો હતો જેમાં જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી કે આઈટી એક્ટની કલમ 79(3)(b) કેન્દ્રને માહિતીને બ્લોક કરવાના આદેશો જારી કરવાની સત્તા આપતી નથી. એક્સે કેન્દ્રના સહકાર પોર્ટલ પર ઓનબોર્ડિંગને પણ પડકાર્યું હતું. સોલિસિટર જનરલ તુષાર મહેતા વર્ચ્યુઅલી સુનાવણી માટે હાજર થયા. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “માહિતી અને સંદેશાવ્યવહારને ક્યારેય અનિયંત્રિત અને અનિયમીત છોડી શકાતા નથી; જ્યારથી ટેકનોલોજીનો વિકાસ થયો છે, ત્યારથી બધાનું નિયમન કરવામાં આવ્યું છે.…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન થવા મામલે મસ્કનો દાવો, યુક્રેનથી થયો સાયબર અટેક
યુએસ DOGE વિભાગના વડા એલોન મસ્કે દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર યુક્રેનથી સાયબર હુમલો થયો હતો, જેના કારણે Xનું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયું હતું. સોમવારે X નું સર્વર ઘણી વખત ડાઉન થયું. સર્વર ક્યારેક સારું કામ કરતું હતું, પણ પછી તે ફરીથી ક્રેશ થઈ ગયું. આ પણ વાંચો :- મોરેશિયસમાં વડાપ્રધાન મોદીનું ફુલોનો હાર પહેરાવી, ગળે લગાવી કરાયું સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા, એલોન મસ્કે કહ્યું, ‘અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ X સિસ્ટમને તોડી પાડવા માટે યુક્રેન ક્ષેત્રના IP સરનામાંનો ઉપયોગ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હતો.’ જ્યારે X ની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે હવે…










