Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચ મહિનામાં હવામાનમાં અનેક બદલાવ આવ્યા છે. જેના કારણે થોડા દિવસ ગરમી તો થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. આ પણ વાંચો :- વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ…

Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, આજથી પવનોની દિશા બદલાતા તાપમાન વધશે

રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે. માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે.આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી,ડીસામાં 37.8, વડોદરામાં 36.4 ડિગ્રી,સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી,નલિયામાં 36.4 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી,અમરેલીમાં 36.8…

Kutch : ગુજરાતનું હવામાન હવે કેવું રહેશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવે ગુજરાતનું હવામાન કેવો વળાંક લેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ.ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે ઘણી બધી જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતા. સાથે જ ભુજમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અહીંયા તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. સાથે જ આ કમોસમી વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો હવામાન વિભાગના જણાવ્યા…

Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો

ગુજરાતમાં આજે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા શહેરીજનો માટે રાહતની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં પવનની દિશા બદલતા તાપમાન ઘટશે. તેમજ પશ્ચિમથી ઉત્તર તરફ પવનો ફૂંકાતા ગરમીમાં ઘટાડો થશે. તાપમાન ઘટતા શહેરજનો ગરમીથી આંશિક રાહત મેળવશે. તેમજ મોટાભાગનાં જીલ્લામાં 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 15 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી…

લીંબુના ભાવમાં અધધ…વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બદલાતા હવામાન સાથે શાકભાજીના ભાવમાં ધરખમ બદલાવ થઈ રહ્યો છે. ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માગ વધારે હોય છે. ત્યારે વધતા ભાવના કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. એક સપ્તાહ પહેલા લીંબુના ભાવ 100 રૂ કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા 60 રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ 160 એ પંહોચ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં લીંબુનું 160 રુપિયામાં વેચાણ થાય છે જ્યારે છૂટક બજારમાં 200 રૂ કિલોએ વેચાય છે. આમ, એક જ સપ્તાહની અંદર લીંબુમાં સીધો 60 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે. આ પણ વાંચો :- સુજી ઢોકળા રેસીપી: સોજી…

Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ તાપમાન ઊંચુ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાદ ફરીથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચો જાય તેવી આશંકા છે. ત્યારે આજે એટલે કે, 11મી માર્ચના રોજ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર :- હવામાન વિભાગે રાજ્યમાં આજે 1 નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું…

Ahmedabad : ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરુ થશે? આ તારીખની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તર ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. નવ અને 10મી માર્ચના રોજ એટલે કે, રવિવાર અને સોમવારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણ અનુભવાશે. આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત, DG ઓફિસમાં કાર્યરત PIએ ગુમાવ્યો જીવ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી 24 કલાક અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી થવાની આગાહી છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે અમદાવાદનું લઘુત્તમ…

Ahmedabad : રાજ્યમાં ઠંડી બાદ ફરી ગરમીમાં શેકાવવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી. જેને સતત બે દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે નલિયાનું તાપમાન ઘટી 6.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, આગામી 24 કલાક બાદ એટલે કે, 7 માર્ચ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર અશોકકુમાર દાસના જણાવ્યા પ્રમાણે અચાનક પવનની ગતિ વધી જવાનું કારણ પ્રેશર ગ્રેડિએન્ટ છે. એટલે કે ઉત્તર તરફ હવાનું દબાણ વધુ છે અને…

gandhinagar : અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો!

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે. જેથી ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી આંશિક રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. એટલે આજથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના સેવવામાં આવી રહી છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી ક્યાં કેટલું તાપમાન ? :- ગુજરાતના તાપમાનમાં ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે ગાંધીનગર,…

રાજયમાં હવામાન વિભાગની આગાહી, આજથી અંગ દઝાડતી ગરમીની થશે શરૂઆત

રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થશે. અને મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સાથે સાથે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અને ગરમી બપોરના સમયે વધુ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તો અનેક વિસ્તારમાં મહતમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે. આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. -> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36.6 ડિગ્રી, ગાંધીનગરમાં 36.2 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન…