સિંગોપોરનો પાસપોર્ટ સૌથી મજબૂત પાસપોર્ટ, અફઘાનિસ્તાનનો સૌથી નબળો, જાણો ભારતનો કયો નંબર
સિંગાપોરનો પાસપોર્ટ હવે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે, જે 193 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 80મા સ્થાને છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો માનવામાં આવે છે, જે ફક્ત 25 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. આ રિપોર્ટ હેનલી એન્ડ પાર્ટનર્સ પાસપોર્ટ ઇન્ડેક્સ હેઠળ બહાર પાડવામાં આવ્યો છે, જે વિશ્વના ૧૯૯ પાસપોર્ટની રેન્કિંગ તે દેશોની સંખ્યાના આધારે નક્કી કરે છે, જે દેશો તેને વિઝામુક્ત પ્રવેશ આપે છે.હેનલી એન્ડ પાર્ટનર્સે આ ડેટા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) પાસેથી લીધો છે. -> સિંગાપોરે કમાલ કરી :- આ યાદીમાં, સિંગાપોરે જાપાન અને દક્ષિણ કોરિયાને પાછળ છોડી દીધું છે, જે 190 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે. કોવિડ લોકડાઉન બાદ જાપાને ચીનમાં વિઝા-મુક્ત પ્રવેશ પણ સુરક્ષિત…
રશિયા 2025માં ભારતને વિઝા ફ્રી એન્ટ્રીની ગીફ્ટ આપી શકે છે, ભારત સાથે વધુ ગાઢ થતી મિત્રતાની અસર
ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે. જૂનની શરૂઆતમાં, અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી. ઓગસ્ટ 2023 થી રશિયા જવા માટે ઈ-વિઝા તમને જણાવી દઈએ કે…








