Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે”
રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકને મારવાની ઘટનામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. સાંસદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. અમારા આગેવાનો મારમારીની ઘટનામાં ભોગ બનેલ યુવકને મળવા ગયા હતા. સામાજિક તણાવ ના થાય તે ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. પરશોત્તમ રુપાલાએ તમામને સામાજિક સૌહાર્દ જળવાય તેને લઈને અપીલ કરી છે. ગોંડલમાં પાટીદાર યુવક સામે થયેલ ઘટનામાં પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું. આ પણ વાંચો :- અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી જો કે, પરશોત્તમ રુપાલાએ ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે, અકસ્માતે મોત થયું હતું તેને લઈને ચાલતા વિવાદમાં બોલવાનું ટાળ્યું. સાંસદ પરશોત્તમ રુપાલા અવારનવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા હોય છે. થોડા દિવસો અગાઉ…
KKRના આ 2 સ્પિનરો વિરાટ કોહલી માટે ખતરો, જ્યારે પણ તેઓ ટકરાતા, ત્યારે પીડા આપતા હતા.
ક્રિકેટપ્રેમીઓની રાહ જોવાની ઘડી પૂરી થઈ ગઈ છે. IPL 2025 આજથી (22 માર્ચ)થી શરૂ થઈ રહ્યું છે. ઉદ્ઘાટન મેચમાં ગત વર્ષની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને છે. મેચ દરમિયાન તમામની નજર આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે. વાસ્તવમાં, કોહલીનું બેટ દેશની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ઘણું સારું રમ્યું છે. પરંતુ તાજેતરના વર્ષોમાં તે સ્પિનરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, મેચ દરમિયાન તે કેકેઆરના સ્ટાર સ્પિનરો વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણનો કેવી રીતે સામનો કરે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આ પણ વાંચો :- આખરે, CSK અને MI IPLની સૌથી સફળ ટીમો કેમ છે? સેમ કર્રને આપ્યો સાચો જવાબ વરુણ ચક્રવર્તી સામે વિરાટ કોહલીનું પ્રદર્શન :- આઈપીએલને વિશ્વભરમાં ઝડપી…
Jamnagar : જામનગરમાં હનીટ્રેપનો વધુ એક વેપારી બન્યો ભોગ, પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
જામનગરના દવાના વેપારીને એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ઘટના સામે આવી છે. આ વેપારી પાસેથી હનીટ્રેપ આચરતી ટોળકીએ આયુર્વેદિક દવાના રૂ. 1.5 લાખ, રોકડ અને સોનાના દાગીના પડાવી લીધા છે. આ સાથે ન્યૂડ ફોટાઓ વાયરલ કરવાની વેપારીને ધમકી આપી હતી. આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી જામનગરમાં હનીટ્રેપનો વધુ એક વેપારી ભોગ બન્યો છે. દવાના વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને 1.5 લાખ રોકડ અને દાગીના પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે…









