H-1B વિઝા સ્ટેમ્પિંગ માટે ઈન્ટરવ્યુ સ્લોટ્સ 2027 સુધી લંબાયા, ભારતીય એન્જિનિયરોમાં ભયનો માહોલ

અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા નીતિમાં કરવામાં આવેલા કડક ફેરફારોને કારણે ભારતીય પ્રોફેશનલ્સ પર ચિંતાનો માહોલ ઊભો થયો છે. હવે ભારતના અમેરિકી દૂતાવાસોમાં H-1B વિઝા સ્ટેમ્પિંગ માટેના ઇન્ટરવ્યુ સ્લોટ્સ સીધા વર્ષ ૨૦૨૭ સુધી લંબાઈ ગયા છે, જેના કારણે હજારો ભારતીય આઈટી નિષ્ણાતો અને તેમના પરિવાર જિંદગીમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ સ્લોટ્સની અછત દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી અમેરિકી દૂતાવાસોમાં હાલમાં ઇન્ટરવ્યુ માટે કોઈ નિયમિત સ્લોટ્સ ઉપલબ્ધ નથી. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ મુજબ, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નક્કી થયેલા ઇન્ટરવ્યુ એપ્રિલ-મે ૨૦૨૭ સુધી પુષ્કળ લંબાવવામાં આવ્યા છે. કઠોર નિયમો અને વધારાની સ્ક્રુટી ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા પ્રક્રિયામાં કડક નિયમો લાગુ કર્યા છે: – દરેક અરજદાર માટે સોશિયલ મીડિયા સ્ક્રિનિંગ ફરજિયાત – ઇન્ટરવ્યુ…

અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ચેતવણી, જાણો શું છે મામલો

અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં હાલ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોના કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી છે. ભારત પર ટેરિફ વધાર્યા બાદ હવે અમેરિકાએ વધુ એક કડક સંદેશો આપ્યો છે, જે ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે. ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો અમેરિકામાં રહીને કોઈ ભારતીય વિદ્યાર્થી યુ.એસ.ના કાયદાનો ભંગ કરશે તો તેમનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે અને તેમને ભારત પરત મોકલવામાં આવી શકે છે. એમ્બેસીએ લખ્યું છે કે, “યુ.એસ.ના કાયદાનો ભંગ કરવાથી તમારા વિદ્યાર્થી વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ થાય અથવા તમે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન…