સ્વીડન: ઉપ્સલા શહેરના સલૂનમાં ગોળીબાર; 3ના મોત, અનેક ઘાયલ

સ્વીડનના જાણીતા ઉપ્સલા શહેરમાં એક હેર સેલૂનમાં ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોને ઈજાઓ પહોંચી છે. આ હૃદયવિદારક ઘટના વક્સલા સ્ક્વેર નજીક આવેલી એક હેર સેલૂનમાં બની હતી, જે શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. સ્થાનિક સમય મુજબ, પોલીસને ગોળીબારની જાણ કરતા ઘણા લોકોના ફોન કોલ મળ્યા હતા. દ્રશ્યના અહેવાલો અનુસાર, કેટલાક લોકોને ગોળીબારના અવાજ પહેલાં વિસ્ફોટ જેવી ગુંજ સંભળાઈ હતી. આ ઘટનાની ગંભીરતા એ છે કે તે વોલપુરગીસ નાઇટ (વસંત ઉત્સવ)ની પૂર્વસંધ્યાએ બની છે, જયારે શહેરમાં મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળોએ ઉતરી આવ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે તાત્કાલિક રીતે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવીને વિસ્તારને ઘેરી…