લાલ ટોપી બની ગ્રીનલેન્ડમાં ટ્રમ્પના વિવાદાસ્પદ “MAGA” યોજના વિરુદ્ધ પ્રતિક, જાણો વિગત
ગ્રીનલેન્ડ/કોપનહેગન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડને યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડવાની યોજનાને કારણે ગ્રીનલેન્ડ અને યુરોપમાં ભારે વિરોધ પ્રદર્શન થયું છે. ટ્રમ્પના લોકપ્રિય સૂત્ર “MAGA” (Make America Great Again)ને લોકોએ વિરોધનું પ્રતીક બનાવીને “Make America Go Away” તરીકે સ્વરૂપ આપ્યું છે. જૂન 2025માં સત્તામાં ફરી આવ્યા પછી ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં જોડવાની પોતાની જૂની ઇચ્છા પુનઃ જાહેર કરી. આ યોજનાને ગ્રીનલેન્ડ અને ડેનમાર્કમાં સખત પ્રતિકાર મળ્યો છે, કારણ કે આ પ્રદેશ પોતાની ઓળખ, સંસ્કૃતિ અને સ્વતંત્રતાને લઇ ખૂબ જ સંવેદનશીલ છે. લાલ બેઝબોલ ટોપી: વિરોધનું અનોખુ હથિયાર ગ્રીનલેન્ડના રહેવાસીઓએ લાલ બેઝબોલ ટોપી પહેરીને રસ્તાઓ પર ઉતરી આ પ્રતિબિંબ રજૂ કર્યું છે. ટોપી પર લખાયું છે: “MAGA: Make America Go Away” જે ટ્રમ્પના સૂત્રનો વ્યંગાત્મક અને સ્પષ્ટ જવાબ છે.…







