CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક: લગ્ન નોંધણીના નવા કડક નિયમો પર ચર્ચા
ગુજરાત રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક, કડક અને વિશ્વસનીય બનાવવા માટે આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં કાયદા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ નિયમો કેબિનેટ સમક્ષ રજૂ કરાશે. નવા નિયમો માટેનું મહત્વ છેલ્લા કેટલાક સમયથી લગ્ન નોંધણીમાં ગેરરીતિ અને બોગસ નોંધણી સામે આવી રહી છે. ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં બોગસ કેસ સામે આવતા સરકાર ગંભીર બની છે. નવા ડ્રાફ્ટ નિયમો દસ્તાવેજોની ચકાસણી, સમયમર્યાદા, નોંધણી કરનાર અધિકારીઓની જવાબદારી સહિત કડક નિયમો લાવવા પર કેન્દ્રિત છે. ખોટી માહિતી આપી નોંધણી કરાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ મજબૂત થવાની શક્યતા છે. પૂર્વ તૈયારી આવતીકાલની બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક પૂર્વ બેઠક યોજાઈ, જેમાં…







