Thalapathy Vijay પાસે છે દરિયા કિનારે મહેલ જેવો બંગલો… લક્ઝરી કારનો છે ઢગલો, જાણો અભિનેતા પાસે કેટલી છે સંપત્તિ
શનિવારે દક્ષિણના સુપરસ્ટાર અને તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના વડા વિજયની રેલીમાં ભયંકર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 39 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ફિલ્મો પછી રાજકારણમાં એન્ટ્રી કરવા જઈ રહેલા થલાપતિ વિજય એક જાણીતા દક્ષિણ અભિનેતા છે અને સૌથી ધનિક કલાકારોની યાદીમાં સામેલ છે. તેમની સંપત્તિ અને કમાણીનો અંદાજએ હકીકત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે ફોર્ચ્યુન ઈન્ડિયાના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 24માં દેશમાં સૌથી વધુ એડવાન્સ ટેક્સ ચૂકવનારા સેલિબ્રિટીઓની યાદીમાં વિજય બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પછી બીજા સ્થાને હતા. તેમની ફિલ્મો અને અભિનય કુશળતાથી , થલાપતિ વિજયે દક્ષિણ સિનેમામાં એક અનોખું સ્થાન મેળવ્યું છે. તેમની પાસે માત્ર ભારતમાં…







