Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસ માટે NIA (National Investigation Agency), ED (Enforcement Directorate) અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓને એક સાથે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અલ-ફલાહ યુનિવર્સિટીની ફોરેન્સિક તપાસ પણ થશે સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે અલ-ફલાહ યુનિવર્સિટીની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. એ ઉપરાંત, ED અને અન્ય એજન્સીઓ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક ડૉક્ટરના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરશે. આ તપાસમાં ભંડોળના સ્ત્રોતો, મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ફંડિંગના દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 10 નવેમ્બરના વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયો 10 નવેમ્બરનાં રોજ…

ISIનું ગુપ્ત યુનિટ S1: મુખ્ય મથક ઇસ્લામાબાદમાં, ડ્રગ મની દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડ્યું

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નું ગુપ્ત યુનિટ S1, ભારતમાં આતંકવાદી હુમલાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ યુનિટ 1993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ સહિત અનેક હુમલાઓમાં સામેલ રહ્યું છે. S1 નું મુખ્ય મથક ઇસ્લામાબાદમાં છે અને તે ડ્રગ મની દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ મેળવે છે. આ યુનિટ છેલ્લા 25 વર્ષથી સક્રિય છે અને વિવિધ આતંકવાદી સંગઠનોને તાલીમ આપે છે, પરંતુ તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. અહેવાલ અનુસાર, S1 એટલે “સબવર્ઝન 1” અને પાકિસ્તાનમાં સરહદ પાર આતંકવાદ પાછળ મુખ્ય બળ તરીકે કાર્યરત છે. યુનિટનું નેતૃત્વ પાકિસ્તાની સેનામાંના એક કર્નલ કરે છે, જ્યારે બે વરિષ્ઠ અધિકારીઓ કોડનેમ ગાઝી1 અને ગાઝી2 સક્રિય કામગીરીનું નિરીક્ષણ કરે છે. S1 યુનિટના સભ્યો બોમ્બ અને IED બનાવવામાં નિષ્ણાત છે અને વિવિધ…