તાંઝાનિયા : માઉન્ટ કિલિમંજારો પર હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોનાં મોત
તાંઝાનિયાના માઉન્ટ કિલિમંજારો પર મેડિકલ ઈમરજન્સી મિશન દરમિયાન હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા પાંચ લોકોનાં મોત નીપજ્યા છે. તાંઝાનિયાના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ગુરુવારે (25 ડિસેમ્બર) આ અંગેની જાણકારી આપી હતી. હેલિકોપ્ટર બુધવારે બારાફુ કેમ્પ નજીક ક્રેશ થયું હતું. ક્રેશ દરમિયાન પાઇલટ, એક ડૉક્ટર, એક પર્વત માર્ગદર્શક અને બે વિદેશી પ્રવાસીઓનો મોતની ઘટનામાં સમાવેશ થાય છે. આ દુર્ઘટના પર્વતારોહકોને બહાર કાઢવા માટે કરવામાં આવેલ મિશન દરમ્યાન ઘટી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સી ટીમોને તાત્કાલિક ચેતવણી આપવામાં આવી હતી અને હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. માઉન્ટ કિલિમંજારોના કઠિન ભૂપ્રદેશ અને ઊંચાઈને કારણે ઘણીવાર હેલિકોપ્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, ખાસ કરીને બચાવ કામગીરી માટે. આ દુર્ઘટના પર્વતારોહકો અને બચાવ ટીમ માટે મોટી આફત સાબિત થઈ…







