અમિત શાહનો હૂંકાર: DMK સરકાર છે ‘ભારતમાં સૌથી ભ્રષ્ટ’, એપ્રિલ 2026માં NDA સરકાર બનશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પુડુક્કોટ્ટાઈમાં જાહેર સભામાં DMK સરકાર પર પ્રહાર કર્યો અને દાવો કર્યો કે તમિલનાડુમાં હાલમાં સરકાર “ભારતમાં સૌથી ભ્રષ્ટ” છે. શાહે કહ્યું કે એપ્રિલ 2026માં NDA સરકાર તમિલનાડુમાં સત્તામાં આવશે. DMK દરેક મોરચે નિષ્ફળ: શાહે જણાવ્યુ કે DMK સરકાર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે ભાજપ, AIADMK અને અન્ય પાર્ટીઓ સાથે મજબૂત જોડાણ બનાવીને આગામી ચૂંટણીમાં સ્ટાલિન સરકારને અંતિમ લડાઈ આપશે. શાહે કહ્યું કે લોકોએ સ્ટાલિન સરકારથી કંટાળીને રાજ્યમાં મોટા ફેરફાર માટે તૈયારી કરી છે. વંશવાદી રાજકારણ પર હુમલો: અમિત શાહે સ્ટાલિન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા પર સરકાર નિષ્ફળ રહી છે અને DMKનું મુખ્ય ઉદ્દેશ ઉદયનિધિ સ્ટાલિનને આગામી મુખ્યમંત્રી બનાવવાનું છે. તેમણે કહ્યું, “તમિલનાડુમાં…