IPL 2025: ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રને હરાવ્યું, SRH માત્ર 186 રન જ બનાવી શકી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના વધુ એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ (GT) એ શાનદાર દેખાવ રજૂ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 38 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતી GT એ શાનદાર શરૂઆત સાથે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 224 રનનો પહાડ સમો સ્કોર ઉભો કર્યો. જવાબમાં SRH માત્ર 186 રન જ બનાવી શકી. GTનું શક્તિશાળી બેટિંગ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનોએ આક્રમક શરૂઆત કરી અને સતત બોલરોને દબાણમાં રાખ્યા. તેમના મિડલ ઓર્ડરે પણ ધીમી ન પડતાં ટીમને 224 રન સુધી પહોંચાડ્યા, જે ટાર્ગેટ SRH માટે બહુ મોટો સાબિત થયો. SRHનો પીછો અને અભિષેક શર્માની અડધી સદી લક્ષ્યનો પીછો કરતાં SRH એ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની સાથીદારીથી સારી શરૂઆત કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી. હેડ…