Suratના સિંગણપોરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ… Safety 1

Surat : સિંગણપોરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ: 2 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા, 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે Surat: Surat શહેરના સિંગણપોર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના વિશાળ ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી ફેલાઈ ગયા હતા, જે આશરે બે કિલોમીટર દૂરથી પણ જોવા મળતા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ અને ટીમોને ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ, નુકસાનનો અંદાજ અને જાનહાનિ અંગેની વિગતો સત્તાવાર પુષ્ટિ બાદ જ સ્પષ્ટ થશે. -> Surat : સિંગણપોરમાં આગથી અફરાતફરી : Suratના સિંગણપોર વિસ્તારમાં આવેલા ભંગારના…