સુરતમાં કોલસાનો કાળો કારોબાર, SMCએ દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતમાં કોલસાના કાળાં કારોબારનો પર્દાફાશ થયો છે. SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. કામરેજના ઉંભેળ ગામે SMCએ કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોર્ટ પરથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં ભેળસેળ અને હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરી વેચતા માફિયાઓ સામે SMCએ કાર્યવાહી હાથ ધરી છે. કામરેજના ઉંભેળ ગામે સ્ટેટ વિજિલન્સે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઉંભેળ ગામે નેશનલ હાઈને અડીને આવેલા ગોડાઉનમાં વેપલો ચાલતો હતો. જેમાં વિદેશથી આવતા ઇમ્પોર્ટએડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરીને વેચવામાં આવતો હતો. મળતી માહિતી મુજબ, પોર્ટ પરથી કોલસો ભરી નીકળી ટ્રકના ડ્રાયવર સાથે મેળા પીપણામાં વેપલો ચાલતો હતો. આખરે SMCએ કાળા કોલસાના કાળા કારોબાર સામે લાલાઆંખ કરી છે. વિઝીલનસે આશરે 7 લાખની કિંમતનો 98 ટન ઇમ્પોર્ટએડ કોલસો, 1.31 લાખની…