અમેરિકા જવાનું સપનું મોંઘું! H-1B માટે 99 લાખ રૂપિયાની નવી ફીનો પ્રસ્તાવ, ભારતીયો પર શું પડશે અસર?
અમેરિકામાં નોકરી મેળવવાનું સપનું જોતા ભારતીયો અને અન્ય વિદેશી પ્રોફેશનલ્સ માટે મોટો સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા પ્રોગ્રામ હેઠળ કેટલીક નવી અરજીઓ માટે 1,03,265 અમેરિકન ડોલર, એટલે કે આશરે 99 લાખ રૂપિયાની નવી ફી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ આ અંગેનો પ્રસ્તાવ ફેડરલ રજિસ્ટરમાં રજૂ કર્યો છે. જોકે, સૌથી મહત્વની વાત એ છે કે આ ફીનો પ્રસ્તાવ હજુ અંતિમ નિયમ બન્યો નથી. જો આ પ્રસ્તાવ અંતિમ સ્વરૂપે મંજૂર થાય છે તો અમેરિકામાં વિદેશી કુશળ કર્મચારીઓને નોકરી પર રાખતી કંપનીઓ માટે H-1B કર્મચારીની ભરતીનો ખર્ચ અચાનક ખૂબ વધી જશે. તેની સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ અને અમેરિકામાં અભ્યાસ કર્યા બાદ નોકરી શોધતા વિદ્યાર્થીઓ પર પણ પડી શકે છે. H-1B…
અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ચેતવણી, જાણો શું છે મામલો
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં હાલ તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોના કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી છે. ભારત પર ટેરિફ વધાર્યા બાદ હવે અમેરિકાએ વધુ એક કડક સંદેશો આપ્યો છે, જે ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે. ભારતમાં આવેલી અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો અમેરિકામાં રહીને કોઈ ભારતીય વિદ્યાર્થી યુ.એસ.ના કાયદાનો ભંગ કરશે તો તેમનો વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે અને તેમને ભારત પરત મોકલવામાં આવી શકે છે. એમ્બેસીએ લખ્યું છે કે, “યુ.એસ.ના કાયદાનો ભંગ કરવાથી તમારા વિદ્યાર્થી વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ થાય અથવા તમે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન…








