વર્ષ 2025ના અંતિમ દિવસે શેરબજારમાં જોવા મળ્યો તેજીનો માહોલ, Sensex માં 546 પોઈન્ટનો વધારો
2025 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર શાનદાર વધારા સાથે બંધ થયું. 31 ડિસેમ્બર, 2025 ના રોજ, Sensex 545 પોઈન્ટ વધીને 85,220 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 190 પોઈન્ટ વધીને 26,130 પર પહોંચ્યો. જોકે, ઇન્ટ્રાડે દરમિયાન, Sensex 730 પોઈન્ટ વધીને 85,400 પર પહોંચ્યો, અને નિફ્ટીમાં 241 પોઈન્ટનો વધારો થતાં 26,179.45ની સપાટીએ પહોંચ્યો. BSEના ટોચના 30 શેરોમાંથી ફક્ત પાંચ શેર ઘટીને બંધ થયા. ટાટા સ્ટીલ લગભગ 3% વધ્યો, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2% વધ્યો. ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ લગભગ 1% ઘટ્યા. આજે ફક્ત IT ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે અન્ય ક્ષેત્રો ગ્રીન ઝોનમાં રહ્યા. તેલ અને ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો, ત્યારબાદ બેંકિંગ, ધાતુઓ, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ શેરોમાં નોંધપાત્ર વધારો…
શેરબજારમાં જોવા મળી દિવાળીની રોનક, નિફ્ટીએ વટાવી 25,900ની સપાટી… આ શેર બન્યા રોકેટ
ભારતીય શેરબજારમાં પણ આજે દિવાળીના તહેવાર પર તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ વધીને 25,900 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સ 680 પોઈન્ટ વધ્યો છે. બેંક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. ટોચના 30 BSE શેરોમાંથી પાંચ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બાકીના બધામાં વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, જે 2.83 ટકા વધીને ₹1,457 પર ટ્રેડ થયો. વધુમાં, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વ બધામાં લગભગ 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો. HDFC બેંકનો શેર પણ 1.50 ટકા વધ્યો. બીજી તરફ ICICI બેંકના શેરમાં લગભગ 2 ટકા ઘટ્યો નોંધાયો છે. જ્યારે શેર બજારમાં અન્ય શેરોમાં આજે…








