શેરબજારમાં જોવા મળી દિવાળીની રોનક, નિફ્ટીએ વટાવી 25,900ની સપાટી… આ શેર બન્યા રોકેટ

ભારતીય શેરબજારમાં પણ આજે દિવાળીના તહેવાર પર તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ વધીને 25,900 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સ 680 પોઈન્ટ વધ્યો છે. બેંક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. ટોચના 30 BSE શેરોમાંથી પાંચ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બાકીના બધામાં વધારો જોવા મળી રહ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, જે 2.83 ટકા વધીને ₹1,457 પર ટ્રેડ થયો. વધુમાં, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને બજાજ ફિનસર્વ બધામાં લગભગ 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો. HDFC બેંકનો શેર પણ 1.50 ટકા વધ્યો. બીજી તરફ ICICI બેંકના શેરમાં લગભગ 2 ટકા ઘટ્યો નોંધાયો છે. જ્યારે શેર બજારમાં અન્ય શેરોમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો.

108 શેરોમાં લાગી અપર સર્કિટ
BSE પર 3397 શેરોમાંથી, આજે 1949 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 1235 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 213 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી, અને 81 શેર ૫૨ અઠવાડિયાના ઉચ્ચતમ સ્તર પર ટ્રેડ થઈ રહ્યા છે. 52 શેર 52 અઠવાડિયાનાની નીચલી સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે 108 શેરોમાં ઉપલી સર્કિટ લાગી રહી છે .

આજે, ધાતુ સિવાય, FMCG, ઓટો, IT, મીડિયા, PSU બેંક, ખાનગી બેંક, નાણાકીય, ફાર્મા અને આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોમાં લગભગ 1 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આજે બેંકિંગ સહિત આ શેરોમાં તેજી
ડીસીબી બેંકનો શેર આજે 11 ટકા વધ્યો છે. સાઉથ ઇન્ડિયા બેંકનો શેર 10 ટકા વધ્યો છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો શેર 7 ટકા, રેડિકો ખૈતાનનો શેર લગભગ 4 ટકા, પોલીકેબ ઇન્ડિયાનો શેર લગભગ 2.43 ટકા વધ્યો છે. રિલાયન્સનો શેર આજે લગભગ 3 ટકા વધ્યો છે. આ ઉપરાંત, જિયો ફાઇનાન્સિયલ બેંકનો શેર લગભગ 2 ટકા, અદાણી પાવરનો શેર 1.50 ટકા, કેનેરા બેંકનો શેર પણ 1.55 ટકા વધ્યો છે. એકંદરે, બેંકિંગ શેરોએ આજે ​​રોકાણકારોને ખુશ કર્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

80th Independence Day Celebration: National Pride: સતત ચોથી વખત NID-અમદાવાદનો ડંકો!

80મા Independence સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા ‘એટ હોમ’ કાર્યક્રમની વિશેષ આમંત્રણ કિટ NID અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ચાર રાજ્યોના 130થી વધુ કારીગરો અને 90 તજ્જ્ઞો-વિદ્યાર્થીઓની મહેનતથી તૈયાર આ કિટ ભારતીય હસ્તકળાનું જીવંત દર્પણ બની છે. દેશના 80મા સ્વતંત્રતા દિવસ Independence નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા પ્રતિષ્ઠિત ‘એટ હોમ’ કાર્યક્રમ માટેની વિશેષ આમંત્રણ કિટ આ વર્ષે પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સતત ચોથી વખત આ મહત્વપૂર્ણ જવાબદારી NID અમદાવાદને સોંપવામાં આવી છે, જે ગુજરાત અને સંસ્થાની સર્જનાત્મક ક્ષમતાઓ માટે ગૌરવની બાબત છે. આમંત્રણ કિટને માત્ર એક ઔપચારિક આમંત્રણ તરીકે નહીં, પરંતુ Independence ભારતની સમૃદ્ધ હસ્તકળા, પરંપરા, પર્યાવરણ સંરક્ષણ અને કારીગરોની સર્જનાત્મકતાના જીવંત દસ્તાવેજ તરીકે…

લાઠીચાર્જ : ઝારખંડમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ: પૂર્વ પરીક્ષા વડાની ધરપકડથી હંગામો, જાણો સમગ્ર મામલો, Fierce Protest

ઝારખંડમાં વિવિધ માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો વચ્ચે પૂર્વ પરીક્ષા વડાની ધરપકડથી મામલો ગરમાયો છે. જાણો સમગ્ર ઘટનાક્રમ. ઝારખંડમાં પરીક્ષા અને ભરતી પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજકીય અને વહીવટી માહોલ ગરમાયો છે. વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ, આ સમગ્ર મામલા સાથે જોડાયેલા પૂર્વ પરીક્ષા વડાની ધરપકડ કરવામાં આવતાં વિવાદે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રદર્શનકારીઓ દ્વારા પરીક્ષા પ્રક્રિયા, પરિણામો અને ભરતી સંબંધિત મુદ્દાઓને લઈને પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થિતિ વણસતી જતાં પોલીસ…