કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે છે. બજેટમાં નાણામંત્રીએ નીચેની મુખ્ય જાહેરાતો કરી છે: 1. રમતગમતના સાધનો સસ્તા થશે – ભારતમાં સ્પોર્ટ્સ હબ બનાવવા માટે, સરકાર રમતગમતના સાધનોના ઉત્પાદનમાં પ્રોત્સાહન આપશે અને ખેલાડીઓ માટે સાધનોના ભાવમાં ઘટાડો લાવશે. 2. રિસર્ચ અને ઉત્પાદન – હાઈ-ક્વોલિટી સ્પોર્ટ્સ ગુડ્સના ઉત્પાદન અને સંશોધન (R&D) માટે નવી પહેલ. – ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બને તેવી દિશામાં કામ. 3. ખેલો ઇન્ડિયા મિશન – નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ થશે. – ટેલેન્ટ ડેવલપમેન્ટ: પ્રતિભાઓને ત્રણ સ્તરે (ફાઉન્ડેશનલ, ઇન્ટરમીડિયેટ, એલિટ) તાલીમ આપવામાં આવશે. – સ્પોર્ટ્સ…







