કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે છે.

બજેટમાં નાણામંત્રીએ નીચેની મુખ્ય જાહેરાતો કરી છે:

1. રમતગમતના સાધનો સસ્તા થશે
– ભારતમાં સ્પોર્ટ્સ હબ બનાવવા માટે, સરકાર રમતગમતના સાધનોના ઉત્પાદનમાં પ્રોત્સાહન આપશે અને ખેલાડીઓ માટે સાધનોના ભાવમાં ઘટાડો લાવશે.

2. રિસર્ચ અને ઉત્પાદન
– હાઈ-ક્વોલિટી સ્પોર્ટ્સ ગુડ્સના ઉત્પાદન અને સંશોધન (R&D) માટે નવી પહેલ.
– ભારત વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બને તેવી દિશામાં કામ.

3. ખેલો ઇન્ડિયા મિશન
– નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે ખેલો ઇન્ડિયા મિશન શરૂ થશે.
– ટેલેન્ટ ડેવલપમેન્ટ: પ્રતિભાઓને ત્રણ સ્તરે (ફાઉન્ડેશનલ, ઇન્ટરમીડિયેટ, એલિટ) તાલીમ આપવામાં આવશે.
– સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ ખેલાડીઓના પ્રદર્શન સુધારવા માટે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લીગ્સ
– ગ્રામીણ અને શહેરી સ્તરે રમતગમતના મેદાનોનો થશે વિકાસ.
– નવી સ્પર્ધાઓ અને લીગ્સ શરૂ કરીને રમતગમતની સંસ્કૃતિ મજબૂત કરાશે.

5. સપોર્ટ સ્ટાફ
– માત્ર ખેલાડીઓ જ નહીં, પણ કોચ અને સપોર્ટ સ્ટાફની તાલીમ પર પણ અપાશે ખાસ ધ્યાન.

નાણામંત્રીએ જણાવ્યું કે આ પગલાંથી ભારત ખેલોતરત મહાશક્તિ બની શકે છે અને આગામી દાયકામાં રમતગમત ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકાય છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે