દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા અને ગાજવીજ સાથેના વરસાદની શક્યતા છે. IMDની આગાહી મુજબ, વરસાદ થઈ શકે તેવા મુખ્ય જિલ્લાઓ: – 16 ઓક્ટોબર: તાપી, નવસારી, ડાંગ, વલસાડ – 17 ઓક્ટોબર: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત ઉપરોક્ત જિલ્લાઓ – 18-19 ઓક્ટોબર: અમરેલી, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ આ સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદ, અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેશે. શ્રીલંકા નજીક સક્રિય સિસ્ટમમાંથી વાવાઝોડાની શક્યતા! હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં શ્રીલંકા નજીક એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જો આ સિસ્ટમને અનુકૂળ…

દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો વિગત

દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે શક્તિ વાવાઝોડું કમજોર પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જમ્યો છે. વલસાડ, તાપી, ડાંગ અને સુરત સહિતના વિસ્તારોમાં 7 અને 8 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં સવારે 2થી 6 દરમિયાન એક ઈંચથી વધુ અને વાપીમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને નેશનલ હાઈવે 56 પર ધીમીધારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેતી અને ખેડૂતો પર સીધી અસર ચોટીલા, ઉના અને મહુવા વિસ્તારમાં સતત ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. અત્યારે ઊભા પાક જેમ કે ડાંગર,…

ધોધમાર વરસાદે ખેલૈયાઓની મજા બગાડી, રાજ્યના આ વિસ્તારોમાં ગરબા રદ કરાયા

ગુજરાતમાં તહેવારોની મોસમ છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સતત ખાબકેલા વરસાદના કારણે રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે ગરબા જેવા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. ગાંધીનગર: ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે. આ પરિસ્થિતિને જોઈને આજના તમામ ગરબા કાર્યક્રમો રદ કરવા પડયા. વરસાદ સાથે પવન પણ ગતિશીલ હોવાને કારણે બેનરો અને ડેકોરેશન ધરાશાયી થઈ ગયાં. સાબરકાંઠા (હિંમતનગર): હિંમતનગરમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ગરબા માટે નક્કી કરાયેલ જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા. બેનરો અને મંચના ડેકોરેશન પવન…