દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા અને ગાજવીજ સાથેના વરસાદની શક્યતા છે.

IMDની આગાહી મુજબ, વરસાદ થઈ શકે તેવા મુખ્ય જિલ્લાઓ:
– 16 ઓક્ટોબર: તાપી, નવસારી, ડાંગ, વલસાડ
– 17 ઓક્ટોબર: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત ઉપરોક્ત જિલ્લાઓ
– 18-19 ઓક્ટોબર: અમરેલી, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ
આ સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદ, અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેશે.

શ્રીલંકા નજીક સક્રિય સિસ્ટમમાંથી વાવાઝોડાની શક્યતા!
હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં શ્રીલંકા નજીક એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જો આ સિસ્ટમને અનુકૂળ વાતાવરણ મળે તો તે વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે. હાલ તે ધીરે-ધીરે દક્ષિણ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે. હાલમાં પશ્ચિમ દરિયાકાંઠે (ગુજરાત તરફ) સીધી અસરની શક્યતા ઓછી જણાઈ રહી છે, પરંતુ આગળના દિવસોમાં સ્થિતિ બદલાઈ શકે છે.

તાપમાનમાં પણ થશે બદલાવ:
– મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નથી
– લઘુત્તમ તાપમાન આગામી 24 કલાકમાં 2-3 ડિગ્રી સુધી વધવાની આગાહી
– દિવસમાં ગરમી વધશે, પરંતુ રાતના સમયે ઠંડક રહેશે

ચોમાસાની વિદાય પછી પણ અસર:
હવે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, તેમ છતાં એન્ટી-સાયક્લોન સિસ્ટમના કારણે હવામાનમાં હજી પણ બદલાવ આવી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ પવનના પ્રવાહના કારણે રાતે ઠંડી અને દિવસે ગરમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.

ચોમાસાની વિદાય રેખા હાલમાં ક્યાં?
હાલે ચોમાસાની વિદાય રેખા કારવાર, કલબુર્ગી, નિઝામાબાદ, કાંકેર, કેઓંઝરગઢ, સાગર ટાપુ અને ગુવાહાટી સુધી પહોંચી છે. આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાંથી પણ ચોમાસાની સંપૂર્ણ વિદાયના અનુમાન છે.

દિવાળીમાં ઝાકઝમાળ અને રોશની વચ્ચે આ વખતે મેઘરાજા પણ “પટાકડા ફોડવા” આવી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રહેતા નાગરિકોએ હવામાન અપડેટ્સ પર નજર રાખવી જરૂરી છે. જો સિસ્ટમ વધુ મજબૂત બને તો રાજ્યના હવામાનમાં વધુ મોટો પલટો આવી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…