ભારત બાદ આ દેશે પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે શરૂ કરી ઝુંબેશ, કરી મોટી કાર્યવાહી
ભારત બાદ હવે બીજા એક દેશે બાંગ્લાદેશી ઘુસણખોરો પર કાર્યવાહી શરૂ કરી છે. દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે નકલી વિઝા સાથે દેશમાં આવેલા 16 બાંગ્લાદેશી નાગરિકોને દેશનિકાલ કર્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશીઓ ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટમાં ઓઆર ટેમ્બો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા. તે બધાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. BMA ના કાર્યકારી કમિશનર જેન થુપાનાએ પુષ્ટિ આપી હતી કે આ કાર્યવાહી તહેવારોની મોસમ દરમિયાન માનવ તસ્કરી, અનિયમિત સ્થળાંતર અને સરહદ પાર સંગઠિત ગુનાઓ સામે લડવા માટે સત્તાવાળાઓના સઘન પ્રયાસોનો એક ભાગ હતો. BMA દ્વારા મુસાફરોની વિગતોના વિશ્લેષણ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેમની હિલચાલની રીતો શંકાસ્પદ લાગી હતી. પ્રારંભિક તપાસમાં માનવ તસ્કરી સિન્ડિકેટ દ્વારા ઉપયોગમાં લેવાતી…







