આખરે કેન્દ્રીય મંત્રીને મળી સોનમ વાંગચુકે 26 દિવસ બાદ ભૂખ હડતાળ તોડી

લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 26 દિવસ બાદ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કેન્દ્રીય મંત્રીઓ સાથે થયેલી મુલાકાત અને ચર્ચા બાદ તેમણે ઉપવાસ તોડવાનો નિર્ણય લીધો હતો. વાંગચુક લદ્દાખના મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં 28 જૂનથી ભૂખ હડતાળ પર હતા. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ શુક્રવારે વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કર્યો હતો. સોનમ વાંગચુકની તબિયત લાંબા ઉપવાસ દરમિયાન બગડી હતી. ત્યારબાદ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ કોર્ટમાં અરજી કરીને તેમને વધુ સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન તેમની…

અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર થયો ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ

ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થતાં લોકોમાં ભારે ચિંતાનું માહોલ છે. એ વચ્ચે અમરેલીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયા છે. પોલીસ તેમની શોધખોળ માટે કાર્યવાહી કરી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયા પ્રાપ્ત વિગતો અનુસાર, રવિ પાનસુરિયા પર વ્યાજખોરોના દબાણ અને ઉઘરાણીઓનો ગંભીર ત્રાસ હતો. રવિએ ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11.25 કરોડ રૂપિયાની વ્યાજ દેવામાં લીધી હતી. તેમણે અત્યાર સુધીમાં 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસ મારફત ચૂકવ્યા હતા, પરંતુ વ્યાજખોરોએ 2.97 કરોડના બાકી રકમ સામે 15 કરોડની ઉઘરાણીનો દબાણ કર્યું. CCTVમાં દ્રશ્યો અને વીડિયો વાયરલ 31મી ડિસેમ્બરની રાત્રે રવિ ઘરેથી નીકળ્યા હતા, અને…

1 નવેમ્બરથી કેરળ બને છે ભારતનું પ્રથમ ‘અતિશય ગરીબી મુક્ત’ રાજ્ય

કેરળ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે! 1 નવેમ્બરે રાજ્ય મુખ્યમંત્રી પિનરાયી વિજયનની નેતૃત્વમાં એક ભવ્ય સમારોહમાં કેરળને ભારતમાં પ્રથમ ‘અતિશય ગરીબી મુક્ત’ રાજ્ય જાહેર કરાશે. આ અવસર તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યાં અગ્રણી કલાકારો મોહનલાલ, મામૂટી અને કમલ હાસન સહિત રાજયના તમામ નેતાઓ અને વિપક્ષ પક્ષકાર ઉપસ્થિત રહેશે. કેરળનો ગરીબી નાબૂદીમાં વિશિષ્ટ સરકાર દ્વારા 2021માં શરૂ કરાયેલ ‘અત્યંત ગરીબી નાબૂદી કાર્યક્રમ’ હવે પુરા જવા જઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્ય મંત્રી એમબી રાજેશએ જણાવ્યું કે કેરળમાં અતિશય ગરીબીનો દર માત્ર 0.7% રહ્યો છે, જે દેશમાં સૌથી ઓછી ગણાઈ રહી છે. આ અભિયાનમાં એક પણ પરિવાર પછાત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવી છે. સરકારના કાર્યો અને પરિણામો – 64006 અતિશય ગરીબીમાં રહેતા પરિવારોની ઓળખ કરવામાં આવી.…

ઓડિશામાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મહત્વપૂર્ણ પગલું, ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના

ઓડિશા સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયના સમૂહ વિકાસ અને પુનર્વસન માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે. આ બોર્ડની રચના ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 અને નિયમો, 2020ના નિયમ 10(1) હેઠળ કરવામાં આવી છે. બોર્ડનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ અને પુનર્વસન માટે વ્યાપક માર્ગદર્શિકા તૈયાર કરવી અને તેમની હિતોની રક્ષા માટે પગલાં લેવાં છે. સરકારના જણાવ્યા અનુસાર, બોર્ડ વિવિધ નીતિગત અને વ્યવહારીક મુદ્દાઓ પર ધ્યાન આપશે જેમ કે આરોગ્ય સેવા, શિક્ષણ, રોજગારી, આવાસ અને સામાજિક સુરક્ષા. આ પગલું માત્ર ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સશક્તિકરણ તરફનો એક પ્રગતિશીલ પ્રયાસ નથી, પરંતુ સમાન અધિકારો અને સમાવિષ્ટ સમાજ માટે રાજ્યની પ્રતિબદ્ધતાનું પણ પ્રતિબિંબ છે.