પર્વતો બન્યા ‘સફેદ સ્વર્ગ’: ઉત્તર ભારતમાં હિમવર્ષાનો કુદરતનો અદભૂત નજારો, પ્રવાસીઓ ઉમટ્યા

ઉત્તર ભારતના હિમાલયનિગર રાજ્યોમાં લાંબા સમય બાદ હિમવર્ષાની મોસમ શરૂ થઈ છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ અને ડોડા, ઉત્તરાખંડના ઔલી અને મસૂરી સહિતના સ્થળોએ હિમપાતની સફેદ મખમલી ચાદરથી સમગ્ર પર્વત સૌંદર્યમય દેખાઈ રહ્યો છે. કુદરતના અદભૂત દ્રશ્યો કાશ્મીરમાં નદીઓ અને ધોધ કાચ જેવા જમ્યા છે. રાજૌરી અને કિશ્તવાડમાં કુદરતનો રૌદ્ર પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. હાડથીજવતી ઠંડીના કારણે સામાન્ય જનજીવન પણ બરફની જેમ જમ્યું છે. પ્રવાસીઓ અને પ્રવાસ વ્યવસ્થામાં પડકાર દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાંથી પ્રવાસીઓનો ધસારો મસૂરી, ચક્રાતા અને ઔલી જેવા હિલ સ્ટેશનો પર લાંબા ટ્રાફિક જામ સર્જી રહ્યો છે. ઘણા પ્રવાસીઓ કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહ્યા. હોટલ બુકિંગ, ખોરાક અને પાણીની અછતને કારણે મુશ્કેલી વધી છે. ઔલીમાં સ્કીઈંગનો આનંદ માણતા પ્રવાસીઓ માટે આ એક અદભૂત…