Ahmedabad: અમિત શાહ કરશે બે મોટા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચે સાંજે અમદાવાદ આવી પહોંચશે, અને 9 માર્ચે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની વર્તમાન ટર્મ પૂર્ણ થવાની છે. આ ટર્મ પૂરી થતી પહેલાં, 8 માર્ચે અમિત શાહ આગળના બે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે, જે પૂર્વ અમદાવાદ માટે ખૂબ મહત્વના છે. પૂર્વ અમદાવાદ માટે આધુનિક સુવિધાઓ આ પ્રવાસ દરમિયાન, અમિત શાહ રૂ.61.67 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. આ કોમ્પ્લેક્સમાં રમતગમતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે યુવાનો અને ખેલાડીઓ માટે પ્રેરણાદાયી હશે. આ સિવાય, ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ પણ કરવામાં આવશે. નરોડાથી વિંઝોલ સુધીના 12 કિલોમીટર લાંબા રૂટ પર ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેથી સ્થાનિક રહીશોને મોટા લાભ મળશે. ટર્મ પૂર્ણ…

ગુજરાત : રાજ્યની મહાનગર અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની સહાય

અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 780 કરોડ, સુરતને રૂ. 657 કરોડ, વડોદરાને રૂ. 235 કરોડ અને રાજકોટને રૂ. 195 કરોડની સહાય ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ…

ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું

2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…

વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટું પગલું, શહેરમાં શરૂ થયું પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન

વડોદરામાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ શહેરનું પ્રથમ “એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન” કાર્યરત કર્યું છે. આ આધુનિક સ્ટેશન વડોદરા શહેરના પ્રદૂષણ સ્તર અને હવાની ગુણવત્તા અંગે રીયલ-ટાઇમ માહિતી આપશે. કારેલીબાગ ખાતે અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્થાપના આ સ્ટેશન કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) અંતર્ગત સ્થાપિત થયું છે. કારેલીબાગ વિસ્તારના પાલિકાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવેલ આ સ્ટેશન વડોદરાની હવા કેટલી શુદ્ધ છે તેની સતત દેખરેખ રાખશે. રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર સ્ટેશન આ મોનીટરીંગ સિસ્ટમ 24 કલાક સતત કાર્યરત રહેશે અને તેનું ડેટા સીધું GPCB અને CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ના સર્વર સાથે જોડાશે. હવાની ગુણવત્તા અંગેની માહિતી CPCB ની વેબસાઇટ અને “સમીર” મોબાઈલ એપ્લિકેશન…