શિયાળામાં એડી ફાટવાની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા
શિયાળાની શરૂઆત થતાં જ સ્કિન સંબંધિત અનેક સમસ્યાઓ જોવા મળે છે. ઠંડીના કારણે ત્વચા વધારે ડ્રાય બની જાય છે, હોઠ ફાટી જાય છે અને ખાસ કરીને એડી ફાટવાની સમસ્યા ઘણા લોકોને સતાવે છે. ફાટેલી એડી માત્ર દેખાવમાં ખરાબ લાગે છે એવું નહીં, પણ ચાલવામાં દુખાવો પણ આપે છે. માર્કેટમાં ઉપલબ્ધ અનેક ક્રિમ અને લોશન હોવા છતાં ઘણી વાર ઇચ્છિત પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં ઘરગથ્થુ નુસખા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. અપનાવો આ સરળ ટિપ્સ પગને નવસેકું પાણી આપો: રાત્રે સૂતા પહેલા નવસેકું પાણી લો, તેમાં થોડું લીંબુ અને થોડો શેમ્પુ ઉમેરો. આ પાણીમાં 10–15 મિનિટ સુધી પગ પલાળી રાખો. આવું કરવાથી એડીની કઠણ ત્વચા નરમ બને છે. વેસેલિન અને મોજાનો ઉપયોગ: પગ ધોઈને સારી…
શિયાળામાં દરરોજ 1 ચમચી મધ ખાવાથી દૂર રહે છે અનેક બીમારીઓ; જાણો ફાયદા
શિયાળામાં મધનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મધને અમૃત સમાન માને છે, કારણ કે તે વાત અને કફને સંતુલિત કરી શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને ઠંડીના દિવસોમાં મધ ઉધરસ, શરદી અને ગળાના દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે. શિયાળામાં મધ કેવી રીતે કરવું સેવન? આયુર્વેદ નિષ્ણાતો અનુસાર સવારે ખાલી પેટે 1 ચમચી મધ નવશેકા (લૂકવોર્મ) પાણી સાથે પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર હવામાનનાં પ્રભાવથી સુરક્ષિત રહે છે. શિયાળામાં મધના મુખ્ય ફાયદા – રોગપ્રતિકારક શક્તિ વધે છે – ઉધરસ અને શરદીમાં તરત રાહત – ગળાનો દુખાવો ઓછો કરે – ઓછી ઉર્જા અને થાક દૂર કરે – પાચન સુધારે, કબજિયાત અને ગેસમાં રાહત આપે – નેચરલ ગ્લુકોઝ–ફ્રુક્ટોઝ શરીરને ગરમી અને એનર્જી આપે…
ચહેરાની ચમક વધારશે આ ખાસ વસ્તુઓ, જાણો વિગત
આજના સમયમાં, સુંદર અને ચમકદાર ત્વચા ધરાવવી માત્ર સૌંદર્યની બાબત નથી, પણ આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રતિબિંબ છે. બજારમાં ઉપલબ્ધ મોંઘા બ્યૂટી પ્રોડક્ટ્સ અને રાસાયણિક ઉપચારો તાત્કાલિક પરિણામ આપે છે, પણ તેમનો અસરકારક સમય ઓછો હોય છે અને કેટલીકવાર તો ચહેરા પર નકારાત્મક અસરો પણ છોડી જાય છે. ડર્મેટોલોજિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે “સુંદર ચમકતી ત્વચા માટે સૌથી મોટો રહસ્ય તમારા રોજિંદા ખોરાકમાં છુપાયેલો છે.” આજે અમે તમને એવી 4 એવી સરળ અને પોષક વસ્તુઓ વિશે જણાવીશું, જે તમારા ડાયટમાં સામેલ કરતાં જ ત્વચા આવશે તાજગીથી ભરપૂર તેજમાં. ચમકતી ત્વચા માટે તમારા ડાયટમાં આવશ્યક 4 ફૂડ્સ ટામેટા – ચહેરાની ચમક માટે લાઇકોપીનનો પાવરહાઉસ ટામેટાંમાં પાવરફૂલ એન્ટીઑક્સિડન્ટ લાઇકોપીન હોય છે, જે ત્વચાને સૂર્યના નુકસાનથી…
ઉનાળામાં ત્વચાને બનાવો ચમકદાર અને તાજી, માત્ર આ 4 જ્યુસથી મળશે કુદરતી તેજ
ઉનાળાની આકરો તાપમાન અને ગરમ પવનોના કારણે ત્વચા ઉપર તાત્કાલિક અને ખોટી અસર પડે છે. ચહેરા પર નિસ્તેજ દેખાવ, ડાઘ-ધબ્બા, સુકાશ અને ચમકમાં ઘટાડો ઉનાળાની સામાન્ય ત્વચા સમસ્યાઓ છે. ઘણીવાર લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ અને ક્રીમોનો ઉપયોગ કરે છે, પરંતુ ચોક્કસ પરિણામ મળતું નથી. ખાસ કરીને જ્યારે ત્વચાને અંદરથી પોષણ મળતું ન હોય ત્યારે બહારથી કરેલી મહેનત ફળીભૂત થતી નથી. તો ચાલો જાણી લઈએ આવા 4 કુદરતી અને તાજા પીણાં વિશે જે તમારા દૈનિક આહારમાં સામેલ કરીને તમે ત્વચાને અંદરથી પોષણ આપી શકો છો અને ઉનાળાની અસર સામે રક્ષણ મેળવી શકો છો. 1. ગાજર અને બીટરૂટનો રસ લાભ: ગાજરમાં રહેલા બીટા-કેરોટીન ત્વચાને સુધારવામાં મદદ કરે છે અને ડાઘ ધટાવે છે. બીટરૂટ લોહી શુદ્ધ કરે છે અને…
ગરમીના દિવસોમાં ગ્લોઈંગ સ્કિન માટે અજમાવો આ ઘરેલું ઉપાય
અમુક વસ્તુઓ એવી હોય છે, જેને આપણે નકામી સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ તે વસ્તુઓ આપણા આરોગ્ય માટે અને ખાસ કરીને ત્વચાની સંભાળ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવી જ એક વસ્તુ છે તરબૂચની છાલ. હા, તમે સાચું વાંચ્યું! ગરમીના દિવસોમાં તરબૂચ માત્ર શુદ્ધિકારક અને ઠંડકદાયક જ નથી, પણ એની છાલ પણ તમારા ચહેરાને નખરાવા માટે અમુલ્ય ભેટ છે. ત્વચા માટે તરબૂચની છાલના ફાયદા: રિફ્રેશિંગ ફેસ મસાજ તરબૂચની છાલ કાપીને થોડી વાર ફ્રીઝરમાં ઠંડક માટે મૂકો. પછી તેને હળવી હાથે ચહેરા પર ઘસો. આ રીતે ત્વચાને ઠંડક અને તાજગી મળે છે. ઘરેલું ટોનર તૈયાર કરો છાલમાંથી રસ કાઢીને તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરો અને કોટનથી ચહેરા પર લગાવો. સ્નાન પછી તેનો ઉપયોગ કરો…











