ચાંદીમાં રૂ.32 હજારની ઉથલ-પાથલ, સોનામાં પણ ભારે હલચલ – જાણો લેટેસ્ટ ભાવ
સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં દિવસ દરમિયાન મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસે રૂ.32 હજારથી વધુનો ફેરફાર જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં રૂ.32,289ની મોટી ઉથલ-પાથલ MCX ફ્યુચર માર્કેટમાં આજે ચાંદીના ભાવમાં શરૂઆતમાં તીવ્ર તેજી જોવા મળી હતી, પરંતુ બાદમાં ભાવમાં ઘટાડો નોંધાયો. ગઈકાલે ચાંદી રૂ.2,68,015 પર બંધ થઈ હતી, જ્યારે આજે (3 ફેબ્રુઆરી) માર્કેટના અંતે ભાવ રૂ.2,67,000 પર બંધ થયા છે. આ રીતે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.1,015 (0.38%) નો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન ચાંદીનો ભાવ રૂ.2,78,000ની ઊંચી સપાટી સુધી પહોંચ્યો હતો, જ્યારે નીચામાં રૂ.2,45,711 સુધી લપસ્યો હતો. આ પ્રમાણે આજે ચાંદીમાં…









