શિક્ષણની નવી આશા: ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત થયેલા 303 બાળકો હવે ભણશે શાળામાં!
શિક્ષણની નવી આશા: થલતેજમાં ભિક્ષાવૃત્તિ મુક્ત અને વંચિત બાળકોનો ભવ્ય ‘શાળા પ્રવેશોત્સવ’, 303 બાળકો જોડાયા શિક્ષણના મુખ્ય પ્રવાહમાં અમદાવાદ: અમદાવાદના થલતેજ ખાતે આવેલી પી.એમ. થલતેજ અનુપમ પ્રાથમિક શાળા ખાતે આજે એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ‘શાળા પ્રવેશોત્સવ-2026’ કાર્યક્રમમાં ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા અને સિગ્નલ શાળામાં અભ્યાસ કરતા કુલ 303 બાળકોનું શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણ જ વિકાસનો પાયો: નાયબ મુખ્યમંત્રી આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવાનું સૌથી સક્ષમ માધ્યમ શિક્ષણ છે.” તેમણે વંચિત બાળકોને સમાન તક પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, વર્ષ 2022થી અત્યાર સુધીમાં 276 બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવી શિક્ષણ…







