લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો, જૈશ-એ-મોહમ્મદ જવાબદાર
નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા હમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આતંકવાદ વિરોધી દેખરેખ ટીમે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે એક સભ્ય દેશના સૂચન અનુસાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ખુલાસા પછી પાકિસ્તાનની ભૂમિકા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ચર્ચા તીવ્ર બની છે. હુમલામાં 15 લોકોના મોત UNના અહેવાલ અનુસાર, 9 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પર થયેલા આ હુમલામાં 15 લોકોનું મોત થયું. આ ઘટના ભારત માટે અત્યંત ગંભીર હતી, કારણ કે લાલ કિલ્લો દેશના ઇતિહાસ અને ગૌરવનું પ્રતીક છે. જૈશ-એ-મોહમ્મદે અગાઉ પણ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં લાલ કિલ્લાનો હમલો પણ સામેલ છે. જૈશ-એ-મોહમ્મદનો ઇતિહાસ અને નવો વિકાસ જૈશ-એ-મોહમ્મદ ખાસ કરીને ભારત વિરોધી આતંકવાદી…
જમ્મુ-કાશ્મીર: સાંબામાં BSFની મોટી સફળતા: પાકિસ્તાન ઘુસણખોરને ઝડપી પાડ્યો
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં **ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF)**એ રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે. આરોપીની અટકાયત કરી સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ BSFે રામગઢ સેક્ટરમાં બલ્લાર સરહદ ચોકી પાસે ઘુસણખોરની સક્રિયતા જોતી હતી અને તેને કાબૂમાં લીધું. હાલ, ઘુસણખોરના સરહદ ક્રોસિંગનું હેતુ નક્કી કરવામાં આવી રહ્યું છે. યાદ રહે કે, અગાઉ 26 જાન્યુઆરીના રોજ પણ સાંબા જિલ્લામાં એક પાકિસ્તાની ઘુસણખોર BSF દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો, જેને મોહમ્મદ આરિફ (ઉંમર 61, લાહોર નિવાસી) તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ કાર્યવાહી BSFના સઘન સરહદ સુરક્ષા આયોજન અને કડક દેખરેખનું પ્રતીક છે, જે ભારત-પાકિસ્તાન સરહદ…
તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ…
બલુચિસ્તાનમાં ભયાનક હત્યાકાંડ: પાકિસ્તાની સેના અને બળવાખોરો વચ્ચે લડાઈમાં 200ના મોત, વિસ્ફોટોથી હાહાકાર
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. બલુચ બળવાખોરો દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ વ્યાપક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 145 બલુચ લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓ, 17 સુરક્ષા કર્મચારીઓ અને 31 નાગરિકોનો સમાવેશ થાય છે. પ્રાંતીય મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પુષ્ટિ કરી છે કે છેલ્લા 40 કલાકથી ચાલી રહેલા દરોડા અને લશ્કરી કાર્યવાહીમાં મૃત્યુઆંક પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટો છે. સમગ્ર પ્રાંતમાં વિસ્ફોટો, ગોળીબાર અને હિંસાને કારણે ભય અને અશાંતિનું માહોલ સર્જાયું છે. BLA દ્વારા ‘ઓપરેશન હારોફ’નો બીજો તબક્કો વિદ્રોહી સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનને દબાણમાં મૂકવા માટે ‘ઓપરેશન હારોફ’ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. BLAના પ્રવક્તા જિયાંદ બલોચના…
કેનેડા-બ્રિટન અને અમેરિકા બાદ યુરોપમાં ખાલિસ્તાનીઓએ જાગ્રેબના ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો
અત્યાર સુધી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં સક્રિય રહેલા ખાલિસ્તાની સમર્થકો હવે યુરોપમાં પણ પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા છે. તાજા ઘટનામાં, ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ તોડફોડ કરી છે. આ ઘટના પરથી ભારત સરકારે તાત્કાલિક કડક પ્રતિક્રિયા આપી છે અને ક્રોએશિયા સરકાર સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે. ઘટના શું થઈ? અહેવાલો મુજબ, પ્રતિબંધિત આતંકી સંગઠન ‘સિક્સ ફોર જસ્ટિસ’ (SFJ) સાથે જોડાયેલા કેટલીક અસામાજિક તત્ત્વોએ દૂતાવાસની સુરક્ષા ભંગ કરી હતી. તેઓએ: – દૂતાવાસ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો – દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા – ભારતીય તિરંગાને ઉતારી ખાલિસ્તાની ધ્વજ લગાવવાનો પ્રયાસ કર્યો – પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ હુમલો સંપૂર્ણપણે ભયજનક અને દૂતાવાસની સુરક્ષા માટે ગંભીર ચેતવણીરૂપ છે. ભારતની પ્રતિક્રિયા ભારતીય વિદેશ મંત્રાલયે આ…
જમ્મુ કાશ્મીર : સાંબામાં બોર્ડર પાસે ફરી ડ્રોન દેખાયા, સેનાએ સક્રિય મોરચો સાંભળ્યો
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનની પ્રવૃત્તિ ફરીથી વધતી જઈ રહી છે. રવિવારે (18 જાન્યુઆરી) સાંબામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સેનાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો. આ દરમિયાન સ્થાનિક અને સુરક્ષા અધિકારીઓમાં વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ. ડ્રોનની પ્રવૃત્તિ અને પેહલાનો બનાવ મળતી માહિતી પ્રમાણે, રવિવારે સવારે લગભગ 11.30 વાગ્યે રામગઢ સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યો, જે થોડા સમય માટે ભારતીય પ્રદેશ પર ફરતું રહ્યું. શનિવારે પણ સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ડ્રોનની પ્રવૃત્તિ નોંધાઇ હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી એક ડ્રોન જેવી વસ્તુ દેખાઇ અને કંદ્રાલ ગામની ઉપર ઘણા મિનિટો સુધી ફરતી રહી. સેનાની કાર્યવાહી ડ્રોનની ગતિવિધિ જોઈને સુરક્ષા દળોએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન કોઈ ગેરકાયદેસર સામગ્રી મળી નહોતી. અગાઉ…
સીમા પર પાકિસ્તાની ‘ડ્રોન વોર’, ભારતીય સેનાએ આપ્યો મજબૂત જવાબ
જમ્મુ‑કાશ્મીરની સરહદ પર છેલ્લા દિવસોમાં પાકિસ્તાનની શંકાસ્પદ પ્રવૃત્તિ ફરી એકવાર નજરે પડી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન પ્રવેશ કોશિશોને નિષ્ફળ બનાવીને સીમા પર હાઈ‑એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે જ્યારે પાકિસ્તાની ડ્રોન ભારતીય હવા વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. સેનાના સૂત્રો જણાવે છે કે બુધવારે સાંજે પાંચ શંકાસ્પદ ડ્રોન અલગ‑અલગ બિંદુઓ પરથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ભારતીય જવાનોએ તરત જ ગોળીબારી શરૂ કરીને તેમને પાછા ફરવા મજબૂર કરી દીધું. આ ડ્રોનો હથિયારો, વિસ્ફોટકો કે ડ્રગ્સ લઈને આવવાની કોશિશ કરી રહ્યા હોવાનું શંકા છે. સરહદવાળા વિસ્તારોમાં સેનાએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને દરેક શંકાસ્પદ હિલચાલ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આધુનિક રડાર સિસ્ટમના ઉપયોગથી આકાશમાં પણ સખ્ત…
અમદાવાદ: વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં વડાપ્રધાનની મુલાકાતને પગલે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગાંધી આશ્રમ નજીક ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિગતવાર સમીક્ષા કરી અને સમગ્ર પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી મેળવી. વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ …
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરમારો કરીને બારીઓ તોડી
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થાને લઈને ચકચાર મચાવી છે. ન્યૂઝ અહેવાલ મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ અચાનક વેંસના ઘરમાં ઘૂસી ગયો હતો અને તોડફોડ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે પથ્થરમારો કરીને ઘરની બારીઓ તોડી હતી. સદનસીબે આ સમયે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસ ઘરમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. હાલ તપાસ એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે હુમલો પાછળ શું કારણ હતું અને શું હુમલાખોરનો ઉદ્દેશ જે.ડી. વેંસ અથવા…
















