અમદાવાદ: વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં વડાપ્રધાનની મુલાકાતને પગલે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગાંધી આશ્રમ નજીક ઉમટી પડ્યા હતા.

વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિગતવાર સમીક્ષા કરી અને સમગ્ર પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી મેળવી.

વડાપ્રધાન  નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ  આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

જર્મનીના ચાન્સેલર  ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.
તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.

ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ  એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન  કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન  આઈ.પી.ગૌતમ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 4 હજારથી વધુ જવાનો તૈનાત
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને ગાંધી આશ્રમ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચાર હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાઓને લઈ કોઈ પણ પ્રકારની કસર બાકી રાખવામાં આવી નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…