તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે.

ઈરાનમાં રસ્તાઓ અને સંચાર સેવાઓ ઠપ
આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, સુરક્ષા કારણોસર ઈરાને અનેક મુખ્ય રસ્તાઓ બંધ કર્યા છે તેમજ હવાઈ મુસાફરી પર મર્યાદાઓ લાદી છે. સાથે જ ઘણા વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે. દુનિયાભરની અનેક એરલાઈન્સે ઈરાન તરફની ફ્લાઈટ્સ રદ કરી છે, જેના કારણે વિદેશી નાગરિકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે.

અમેરિકાએ તેના નાગરિકોને શું સલાહ આપી?
– અમેરિકન વિદેશ વિભાગે ઈરાનમાં રહેલા નાગરિકોને નીચે મુજબની સલાહ આપી છે:
– અમેરિકી સરકારના ભરોસે બેસી ના રહો, તાત્કાલિક ઈરાન છોડો
– શક્ય હોય તો આર્મેનિયા અથવા તુર્કીયે તરફ જાવ
– ઈરાનમાં ઈન્ટરનેટ, મોબાઈલ નેટવર્ક અને રસ્તાઓ બંધ થઈ રહ્યા છે
– જો દેશ છોડવો શક્ય ન હોય તો ખોરાક અને પાણીનો જથ્થો રાખી સુરક્ષિત જગ્યાએ આશરો લો
– સ્થાનિક મીડિયાની માહિતી પર નજર રાખો અને કોઈ સાથે વાદવિવાદમાં ના પડો

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Gujarat : ગુજરાતના રોપ-વે પર 47 લાખથી વધુ યાત્રાળુઓ…

Gujaratના રોપ-વે યાત્રાધામો બન્યા આકર્ષણનું કેન્દ્ર: ગિરનાર, પાવાગઢ અને અંબાજીમાં 47 લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ‘ઉડન ખટોલા’નો આનંદ -> Gujarat રોપ-વે પ્રવાસન : Gujaratના પવિત્ર યાત્રાધામો અને કુદરતી સૌંદર્યને વધુ સરળતાથી માણવા માટે રોપ-વે સેવાઓ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યના ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે આવેલી રોપ-વે સેવાઓનો લાભ લઈને વર્ષ 2025-26 દરમિયાન કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓ અને પ્રવાસીઓએ ‘ઉડન ખટોલા’ની અનોખી સફરનો આનંદ માણ્યો છે. આ આંકડો Gujaratના ધાર્મિક પ્રવાસન અને આધુનિક સુવિધાઓની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે.સરકારી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના પાવાગઢ રોપ-વેનો 23.43 લાખથી વધુ યાત્રાળુઓએ ઉપયોગ કર્યો, જ્યારે બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી રોપ-વેમાં 15.58 લાખથી વધુ લોકો પહોંચ્યા હતા. બીજી તરફ, જૂનાગઢના ગિરનાર રોપ-વેમાં 8.31 લાખથી વધુ યાત્રાળુઓએ મુસાફરી કરી…

સોમાલિયાના દરિયામાં જહાજ હાઇજેક, 6 ભારતીયો સહિત 10 ક્રૂ લાપતા

સોમાલિયાના પંટલેન્ડ તટ નજીક દરિયાઈ ચાંચિયાઓએ એક કાર્ગો જહાજને હાઇજેક કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ફેલાઈ છે. કેમરૂનના ધ્વજ હેઠળ ચાલતું M/V LUTUF જહાજ સોમાલિયાના દરિયાકાંઠે સશસ્ત્ર ચાંચિયાઓના કબજામાં ગયું છે. જહાજમાં 10 સભ્યોનો ક્રૂ હતો, જેમાં 6 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. જહાજ તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે હથિયારો, કોમ્યુનિકેશન સિસ્ટમ અને સેટેલાઇટ સાધનો લઈ જઈ રહ્યું હતું. 17 ઑગસ્ટે પંટલેન્ડના એઇલ જિલ્લામાં મરેયો નજીક આ જહાજ પર હુમલો થયો હતો. સમુદ્રી સુરક્ષા અહેવાલો મુજબ આશરે આઠ સશસ્ત્ર લોકોએ જહાજ પર ચઢીને તેનો કબજો મેળવી લીધો હતો. ત્યારબાદ જહાજને નુગાલ કાંઠા તરફ લઈ જવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. જહાજ અને તેના ક્રૂની હાલની સ્થિતિ અંગે હજુ સંપૂર્ણ અને સ્વતંત્ર માહિતી ઉપલબ્ધ નથી. જહાજમાં કોણ-કોણ સવાર હતા?…