અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરમારો કરીને બારીઓ તોડી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થાને લઈને ચકચાર મચાવી છે. ન્યૂઝ અહેવાલ મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ અચાનક વેંસના ઘરમાં ઘૂસી ગયો હતો અને તોડફોડ શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે પથ્થરમારો કરીને ઘરની બારીઓ તોડી હતી. સદનસીબે આ સમયે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસ ઘરમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. હાલ તપાસ એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે હુમલો પાછળ શું કારણ હતું અને શું હુમલાખોરનો ઉદ્દેશ જે.ડી. વેંસ અથવા તેમના પરિવારના કોઈ સભ્યને નુકસાન પહોંચાડવાનો હતો.

ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર થયેલા આ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં ₹67.92 લાખના શેરબજાર કૌભાંડમાં 4ની ધરપકડ…

શેરબજારમાં રોકાણના નામે ₹67.92 લાખની છેતરપિંડી: અમદાવાદ સાયબર ક્રાઈમે 4 આરોપી પકડ્યા, દુબઈ સુધી જોડાયેલું ₹50 કરોડનું નેટવર્ક સામે આવ્યું અમદાવાદ: શેરબજારમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને લોકોને છેતરતી એક મોટી સાયબર ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ વિદેશી નાણાકીય કંપની અને જાણીતી બ્રોકરેજ કંપનીના પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપીને લોકોને રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. આ માટે નકલી ટ્રેડિંગ એપ્લિકેશન, SEBIના નામ અને લોગોવાળાં બનાવટી સર્ટિફિકેટ તથા WhatsApp નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદના એક ફરિયાદી પાસેથી કુલ ₹67.92 લાખ પડાવવાના કેસમાં પોલીસે અમદાવાદ અને વડોદરામાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન 30થી વધુ બેંક એકાઉન્ટ કિટ મળી આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ બેંક ખાતાઓ સાથે દેશનાં 15થી…

વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા…

વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા: સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા વડોદરા: ભારતના લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘રન ફોર યુનિટી-2026’ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ઉપસ્થિત નાગરિકો, અધિકારીઓ અને યુવાનોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવીને દોડને પ્રસ્થાન કરાવ્યું હતું અને વિશેષ વાત એ રહી કે તેઓ પોતે પણ દોડમાં જોડાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને…