ઈરાનથી ખાડી દેશોમાં તણાવ, UAE પર મિસાઇલ હુમલાની આશંકાથી એલર્ટ

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ અનુસાર, ઈરાને સાઉદી અરેબિયા અને ઓમાનને સંકેત આપ્યા છે કે તે સંયુક્ત આરબ અમીરાત UAEને મોટા પાયે નિશાન બનાવવાની તૈયારીમાં છે. અહેવાલમાં આગામી 24 કલાકમાં UAE પર મિસાઇલ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ દાવાની ઈરાન અથવા UAE તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમાચાર બાદ ખાડી દેશોમાં સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. મિડલ ઈસ્ટમાં પહેલેથી જ ચાલી રહેલા તણાવ વચ્ચે નવા હુમલાની આશંકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે. અમેરિકાએ જાહેર કર્યું ગ્લોબલ સિક્યોરિટી એલર્ટ મિડલ ઈસ્ટની બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાના વિદેશ વિભાગે ગ્લોબલ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાએ પોતાના…

PM મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, ક્રાઉન પ્રિન્સ સાથે આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે. પ્રધાનમંત્રી 22 અને 23 એપ્રિલે જેદ્દાહ શહેરમાં રહેશે. ભારતીય રાજદૂત સુહેલ એજાઝ ખાને સાઉદી અરેબિયાની તેમની મુલાકાત વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જેદ્દાહ આવી રહ્યા છે. સદીઓથી, જેદ્દાહ ઉમરાહ અને હજ માટે આવતા યાત્રાળુઓ માટે એક બંદર રહ્યું છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ, પ્રધાનમંત્રી મોદી અને ક્રાઉન પ્રિન્સ, અહીં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરવાના છે. આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં MoU પર હસ્તાક્ષર અને વિનિમય કરવામાં આવશે. તાજેતરમાં જ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ PMની આ મુલાકાત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો માટે…