ભગવાન શિવ અને ભસ્માસુરની રોચક કથા

ભગવાન શિવ અને ભસ્માસુરની રોચક કથા: અહંકારનો અંત અને બુદ્ધિનો વિજય   હિંદુ પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પોતાના ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ સહેલાઈથી વરદાન આપે છે. પરંતુ એક વખત આવા જ એક વરદાનને કારણે સમગ્ર સૃષ્ટિ પર સંકટ ઊભું થયું. આ કથા છે ભસ્માસુરની, જે આપણને શક્તિનો સદુપયોગ અને અહંકારના પરિણામ વિશે મહત્વનો સંદેશ આપે છે. ભસ્માસુરની કઠોર તપસ્યા ભસ્માસુર નામનો એક અસુર ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેણે વર્ષો સુધી કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને વરદાન માગવા કહ્યું. ભસ્માસુરે અત્યંત ખતરનાક વરદાન માંગ્યું કે જેના માથા પર તે પોતાનો હાથ મૂકે, તે તરત જ ભસ્મ થઈ જાય. ભોળાનાથે પોતાની ઉદારતા મુજબ…

હનુમાનજી અને શનિદેવની કથા

હનુમાનજી અને શનિદેવની કથા: કેમ હનુમાન ભક્તો પર શનિની કૃપા રહે છે? હિંદુ ધર્મમાં ભગવાન હનુમાનને શક્તિ, ભક્તિ અને નિર્ભયતાના પ્રતિક માનવામાં આવે છે, જ્યારે શનિદેવ કર્મફળના ન્યાયાધીશ તરીકે પૂજાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર હનુમાનજી અને શનિદેવ સાથે જોડાયેલી એક રસપ્રદ કથા છે, જેના કારણે આજે પણ માનવામાં આવે છે કે હનુમાનજીની ભક્તિ કરનાર પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. શનિદેવનો ગર્વ અને હનુમાનજીની પરીક્ષા એક વખત શનિદેવને પોતાની શક્તિનો ખૂબ ગર્વ હતો. તેમણે વિચાર્યું કે તેઓ દરેક વ્યક્તિને પોતાની દશા અને સાડાસાતીથી પ્રભાવિત કરી શકે છે. આ ગર્વ સાથે તેઓ ભગવાન હનુમાન પાસે પહોંચ્યા અને કહ્યું કે હવે તેઓ હનુમાનજી પર પણ પોતાની દશાનો પ્રભાવ પાડશે. તે સમયે હનુમાનજી ભગવાન શ્રીરામના ધ્યાનમાં લીન હતા. તેમણે…

વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે. વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં. આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા મહાભારતનો…

સ્ટીવ જોબના પત્ની લોરેન પોવેલે એક વર્ષ પહેલાજ અપનાવ્યો હતો સનાતન માર્ગ

એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલે આ મહાકુંભમાં ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. હાલમાં, તેમને પ્રયાગરાજથી પાછા ફર્યાને બે દિવસ થઈ ગયા છે, પરંતુ તેમના વિશે ચર્ચા હજુ પણ ચાલી રહી છે. નવી માહિતી એ છે કે લોરેને એક વર્ષ પહેલા સનાતનનો માર્ગ અપનાવ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ તેમનું નામ ‘કમલા’ થઈ ગયું હતું. આ વાત પંચાયતી અખાડા શ્રી નિરંજનીના વડા સ્વામી કૈલાશાનંદ ગિરીએ કહી છે, જેમણે તેમને આ કુંભમાં દીક્ષા આપી હતી. આધ્યાત્મિક ગુરુ કૈલાશાનંદ ગિરીએ કહ્યું, ‘અમે તેમને મકરસંક્રાંતિના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરીની રાત્રે ૧૦.૧૦ વાગ્યે દીક્ષા આપી. ‘ જોકે, એક વર્ષ પહેલા જ, તેણીને ‘કમલા’ નામ અને ગોત્ર આપવામાં આવ્યું હતું. ગયા વર્ષે 18 ફેબ્રુઆરીએ તેમને આ નામ મળ્યું હતું.…