પોરબંદરના ધરમપુર નજીક નૌસેનાનું UAV ક્રેશ, કોઈ જાનહાનિ નહીં

પોરબંદરના ધરમપુર નજીક આવેલા નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું એક અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેનાના અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને ક્રેશ થયેલા UAVના અવશેષોને સુરક્ષિત રીતે કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

નૌસેનાએ UAV ક્રેશ થવાના કારણોની તપાસ શરૂ કરી છે. ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની છે કે નહીં, તે અંગે નિષ્ણાતોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોકે, સુરક્ષા દળોએ લોકોને સુરક્ષિત અંતરે રાખીને સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ તપાસની કાર્યવાહી આગળ વધારી છે.

 

 

 

  • Related Posts

    Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

    Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

    Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ… Breakthrough

    Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ! 47 હજારથી વધુ રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપ, EDએ ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી અમદાવાદ: ગુજરાતના Dholera સ્માર્ટ સિટીના નામે પ્લોટિંગ અને ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો સાથે કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનો મોટો મામલો સામે આવ્યો છે. નેક્સા એવરગ્રીન ગ્રૂપ સામે નોંધાયેલા આ કેસમાં ₹2,676 કરોડના પોંઝી કૌભાંડના આરોપો છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના જયપુર ઝોનલ કાર્યાલયે ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હોવાની માહિતી સામે આવી છે. આરોપ મુજબ, ગ્રૂપે Dholeraસ્માર્ટ સિટીમાં પ્લોટિંગ અને દર અઠવાડિયે 3 ટકા વળતર આપવાની લાલચ આપીને 47 હજારથી વધુ રોકાણકારોને પોતાની યોજનાઓમાં રોકાણ કરવા પ્રેર્યા હતા. EDની કાર્યવાહી હેઠળ અમદાવાદ, Dholera, ધંધૂકા, સીકર અને ગોવા સહિતના વિસ્તારોમાં આવેલી સંપત્તિઓનો સમાવેશ…