અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઈ અને ધોળકા સહિતના તાલુકાઓમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક પ્રાંત કચેરી, તાલુકા વહીવટીતંત્ર અને અન્ય વિભાગોની ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રહેઠાણ, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સાણંદના વાસણામાં 110 લોકોનું સ્થળાંતર સાણંદ તાલુકાના વાસણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે…

નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે અંદાજે 3 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સાણંદ જવા રવાના થશે. સાણંદ ખાતે વડાપ્રધાન સેમિકંડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે આ પ્રોજેક્ટને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મેળવે તેવી શક્યતા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજે ફરી અમદાવાદ પરત ફરશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ મુલાકાતને ગુજરાત માટે રોકાણ, રોજગાર સર્જન અને ટેકનોલોજી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી…

ગુજરાત કેબિનેટની બેઠક યોજાશે આવતી કાલે : PM મોદીના ગુજરાત પ્રવાસ અને સ્થાનિક ચૂંટણીની તૈયારી મુદ્દે ચર્ચા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ, રાજ્ય સરકારના આયોજનો, નીતિગત વિષયો અને બજેટ પર ચર્ચા થવાની સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી સહિતના મુદ્દાઓ પણ ચર્ચા માટે લાવવામાં આવશે. PM મોદી સાણંદ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. તેઓ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં ભાજપ સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન કરશે. મુલાકાત ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનું ગુજરાત પ્રવાસ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન…

અમદાવાદમાં ફરી ઝડપાઇ હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી, 81 લોકો ઝડપાયા

અમદાવાદ જિલ્લામાં ફરી એકવાર હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીનો કિસ્સો સામે આવ્યો છે. સાણંદ તાલુકાના નિર્વાણા ગ્રીન્સ વિકએન્ડ હોમ ખાતે ચાલી રહેલી દારૂ અને હુક્કાની મહેફિલ પર સાણંદ પોલીસે રેડ પાડી 81 યુવક-યુવતીઓને રંગેહાથે ઝડપી લીધા છે. પોલીસને બાતમી મળી હતી કે નિર્વાણા ગ્રીન્સ વિકએન્ડ હોમમાં ખાનગી રીતે દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતાં ત્યાં 11 ટેબલ પર કેક, હુક્કા અને મોંઘા દારૂની બોટલો પીરસવામાં આવી રહી હતી. રેડ દરમિયાન 10થી વધુ હુક્કા તેમજ મોટી સંખ્યામાં વિદેશી દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. 81 લોકોની કરાઇ અટકાયત પોલીસે કુલ 38 યુવતીઓ અને 43 યુવકો સહિત 81 લોકોની અટકાયત કરી છે. ધરપકડ કરાયેલા પૈકી મોટા ભાગના લોકોની ઉંમર 35થી 40 વર્ષથી વધુ…