ટ્રેવિસ હેડે ઈતિહાસ રચ્યો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર રેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મહત્વની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. તમને જણાવી દઈએ કે મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 273 રન બનાવ્યા હતા. જે બાદ ઓસ્ટ્રેલિયાએ ટાર્ગેટનો પીછો કરવાનું શરૂ કર્યું અને માત્ર 12.5 ઓવર જ રમાઈ શકી. વરસાદને કારણે જ્યારે રમત રોકવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે 109 રન બનાવ્યા હતા. જે બાદ ફરી રમત રમાઈ ન શકી અને અંતે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આપને જણાવી દઈએ કે, મેચ રદ્દ થઈ હોવા છતાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે પોતાની બેટિંગથી ધમાલ મચાવી હતી. ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી અને 40…