‘રોહીત શર્માએ વજન ઘટાડવાની જરૂર છે’ કહેનાર કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ આવ્યા વિવાદમાં
કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદ તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ક્રિકેટ ચાહકોથી લઈને રાજકીય પક્ષો સુધી, દરેક વ્યક્તિ રોહિત શર્મા પરની તેમની ટિપ્પણી માટે તેમની ટીકા કરી રહ્યા છે. શમા મોહમ્મદે હવે આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે, જોકે આ સમય દરમિયાન તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે રોહિત શર્મા એક ખેલાડી તરીકે વધુ વજન ધરાવે છે. રવિવારે (2 માર્ચ) ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન, શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘રોહિત શર્મા ખેલાડી તરીકે જાડો છે.’ તેને વજન ઘટાડવાની જરૂર છે! અને નિઃશંકપણે તે ભારતનો સૌથી પ્રભાવશાળી કેપ્ટન નથી. આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા સામ-સામે ટકરાશે, જાણો અત્યાર સુધીનો રેકોર્ડ શમાની…
IND vs AUS: મેલબોર્ન નેટમાં ઘૂંટણમાં વાગવાથી રોહિત શર્મા માટે ઈજાનો ભય
મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા ભારતના કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન કેએલ રાહુલને ઈજા થઈ છે. રોહિતને ઘૂંટણમાં વાગ્યું હતો, જ્યારે કેએલ રાહુલને જમણા હાથમાં ઈજા થયા બાદ ફિઝિયો દ્વારા સારવાર આપવામાં આવી હતી. બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા, ભારતીય કેપ્ટન રોહિત શર્માને રવિવાર, 22 ડિસેમ્બરે પ્રેક્ટિસ દરમિયાન ડાબા ઘૂંટણમાં મોટો ફટકો પડ્યો હતો. થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ સાથેના સત્ર દરમિયાન બોલ તેના પેડમાંથી પસાર થઈને ઘૂંટણ પર વાગ્યો ત્યારે રોહિત ઘાયલ થયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શરૂ થશે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાશે રોહિત શર્મા અને કેએલ રાહુલ નેટમાં ઘાયલ થયા મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચના માત્ર ચાર દિવસ પહેલા આ ઈજા થઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત ઓસ્ટ્રેલિયા…








