કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું, રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી સ્વીકાર્યું
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ નિર્ણય ભારતીય બંધારણની કલમ 75(2) હેઠળ લેવામાં આવ્યો છે. રવનીત સિંહ બિટ્ટુ કેન્દ્રીય મંત્રીપરિષદમાં રેલવે રાજ્યમંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના રાજીનામા બાદ હવે કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળના ફેરફાર અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ રવનીત સિંહ બિટ્ટુનું કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. બંધારણની જોગવાઈઓ…
લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ આપ્યું અચાનક રાજીનામું
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ ગુરુવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમનો રાજીનામાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ નિર્ણય લદ્દાખમાં રાજકીય ગતિશીલતા વધારી રહ્યો છે, ખાસ કરીને તે સમયે જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. જુલાઈ 2025માં કવિન્દ્ર ગુપ્તાને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ બ્રિગેડિયર બીડી મિશ્રાની જગ્યાએ આવ્યા હતા, જ્યારે બીડી મિશ્રા પૂર્વમાં આરકે માથુરની જગ્યાએ લદ્દાખના ત્રીજા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા હતા. પીશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે 3.5 વર્ષ સેવા બાદ રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ તેમણે જણાવ્યું, “મેં રાજભવનમાં પૂરતો સમય વિતાવ્યો છે.” પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે 2026માં ચૂંટણી યોજાવાની છે, જે આ રાજીનામાની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ છે. Follow us…
Maharashtra : સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ઘેરાયેલા મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે આજે રાજીનામું આપી શકે છે
મહારાષ્ટ્રના બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે ઘેરાયેલા છે. વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. મુંડે પરના આરોપો બાદ મહાયુતિ સરકાર શરમનો સામનો કરી રહી છે. તે જ સમયે, મુંડેના રાજીનામા માટે ફડણવીસ સરકાર પર દબાણ વધી રહ્યું છે. એનસીપી અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડે આજે મંત્રી પદ પરથી રાજીનામું આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને રાજીનામું આપવા કહ્યું છે. બીડના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં તેમનું નામ જોડાયા બાદ, સરકાર પર તેમનું રાજીનામું લેવાનું દબાણ સતત વધી રહ્યું હતું. આ પણ વાંચો :- gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને…
શેખ હસીનાની સરકાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર નાહીદ ઇસ્લામનું રાજીનામું
બાંગ્લાદેશની વચગાળાની સરકારના માહિતી સલાહકાર અને અગ્રણી વિદ્યાર્થી નેતા નાહિદ ઇસ્લામે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. નાહિદ ઇસ્લામ મંગળવારે બપોરે મોહમ્મદ યુનુસને તેમની ઓફિસમાં મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું. નાહિદને ગયા વર્ષે મુહમ્મદ યુનુસ સરકારમાં ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સલાહકાર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. -> રાજીનામાનું કારણ જણાવ્યું :- ઇસ્લામે યુનુસને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “હાલની પરિસ્થિતિઓમાં, રાષ્ટ્ર અને તેના લોકોના હિતમાં, મારે દેશના વિદ્યાર્થી સમુદાય સાથે ઊભા રહેવું જોઈએ, તેથી મને લાગે છે કે મારે મારું રાજીનામું આપવું જોઈએ. -> નવી પાર્ટી શરૂ કરવાની તૈયારી :- સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ગયા વર્ષે તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરનારા વિરોધ પ્રદર્શનોમાં મોખરે રહેલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ દ્વારા આ અઠવાડિયે…
આતિશીએ દિલ્હીના LG વી.કે.સકસેનાને સોંપ્યુ રાજીનામું, વી.કે. સકસેનાએ કહ્યું તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો
રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નરને રાજીનામું સુપરત કરવા ગયા ત્યારે, લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ યમુનાના પ્રદૂષણ અંગે તેમના પર કટાક્ષ કર્યો. એલજીએ પૂર્વ મુખ્યમંત્રીને કહ્યું કે તમને યમુના મૈયાએ શ્રાપ આપ્યો છે. સરકારે યમુનાને સાફ કરવા માટે સક્રિય પગલાં લેવા જોઈતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલજી સક્સેનાએ આતિશીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નદીની સફાઈનો પ્રોજેક્ટ અટકાવ્યા બાદ તેમણે આપના કન્વીનર અરવિંદ કેજરીવાલને ‘યમુનાના શાપ’ વિશે ચેતવણી પણ આપી હતી. જોકે, આતિશીએ LG સામે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. -> યમુનાની સફાઈનો વિવાદ 2 વર્ષ જૂનો છે :- આ વિવાદ બે વર્ષ જૂનો છે. જાન્યુઆરી 2023 માં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ યમુનાના પ્રદૂષણને ઘટાડવા માટે LG ની અધ્યક્ષતામાં એક…











