ઝારખંડમાં કેમ ભડક્યા છે વિદ્યાર્થીઓ? JPSC-JSSC ભરતી વિવાદે પકડ્યું જોર
ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજધાની રાંચીમાં ઉમેદવારો સતત ધરણા, વિરોધ પ્રદર્શન અને ભૂખ હડતાળ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આક્રોશ માત્ર એક પરીક્ષા કે એક ભરતી પ્રક્રિયા સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ રાજ્યની ભરતી વ્યવસ્થામાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. ઝારખંડમાં વિરોધનું મુખ્ય કેન્દ્ર ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) દ્વારા લેવાતી ભરતી પરીક્ષાઓ છે. ઉમેદવારોનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભરતી પરીક્ષાઓમાં પેપર લીક, ગેરરીતિઓ અને પરિણામોમાં અનિયમિતતા જેવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેના કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ઝારખંડમાં શું છે JPSC વિવાદ? ઝારખંડમાં તાજેતરમાં 14મી JPSC સંયુક્ત સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાનું…
ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર
ગુજરાતમાં આજથી જૂના શિક્ષકો શાળા ફાળવણીની શરુઆત કરવામાં આવી છે. ત્યારે 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. આ પણ વાંચો :- GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ -> જૂના શિક્ષકોની ભરતી :- રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 હજાર મળી કુલ 4 હજાર જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત 1 સપ્ટેમ્બર, 2024ના રોજ આપવામાં આવી હતી. આ જાહેરાત અન્વયે ઉમેદવારો દ્વારા ભરતી માટે…
GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ
GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાના શરૂઆત કરવામાં આવી છે. આજે એટલે કે તારીખ 28-2-2025 થી ફોર્મ ભરવામાં આવશે. ઓનલાઇન વેબસાઇટ પર બપોરે 1 વાગ્યાથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ઉમેદવારો 15 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2025નું કેલેન્ડર 29 જાન્યુઆરી જાહેર કર્યું છે. કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર વર્ષમાં કૂલ 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જૂન મહિનામાં જુદા-જુદા 17 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. જુલાઈ મહિનામાં જુદા-જુદા 19 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓગષ્ટ મહિનામાં જુદા જુદા 9 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. સપ્ટેમ્બર મહિનામાં જુદા જુદા 11 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓક્ટોબર મહિનામાં જુદા જુદા 8 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. નવેમ્બર મહિનામાં જુદા જુદા 10 વર્ગની…
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, પ્રિલિમ પરીક્ષા આ તારીખે લેવાશે
GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSC વર્ગ 1-2 ની ભરતી માટે પ્રિવિમ પરિક્ષા 6 એપ્રિલે યોજાશે. આવનાર ત્રણથી ચાર દિવસમાં નિયમો તૈયાર કરી જાહેર થશે. અરજી કરવા માટે ઉમેદવારો તૈયારી કરી રાખવા સૂચના આપવામાં આવી છે. ઝડપી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી પરીક્ષા લેવાશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૧ અને મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૨ ની ભરતી રદ કરાઈ છે. બન્ને બેઠકો મા ત્રણ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 01/02/2025 ના રોજ જાહેર કરાયેલ ભરતી 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રદ કરવામાં આવી હતી. જેના કારણમાં આ બંને જગ્યાઓ માટેના ભરતી નિયમોમાં…










