PM મોદી અને RSSના વડા મોહન ભાગવતે રામ મંદિર પર ફરકાવ્યો ધર્મધ્વજ, કર્યા રામ લલ્લાના દર્શન
પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે આજે અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન પીએમ મોદીએ રામ લલ્લાના દર્શન કર્યા અને રામ દરબારમાં પ્રાર્થના પણ કરી. પીએમ નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવ્યો, જે મંદિરના નિર્માણની પૂર્ણાહુતિ દર્શાવે છે. 10 ફૂટ ઊંચો અને 20 ફૂટ લાંબો, કાટખૂણાવાળો ત્રિકોણાકાર ધ્વજ ભગવાન શ્રી રામના મહિમા અને પરાક્રમનું પ્રતીક છે. રામ મંદિરમાં ધ્વજ ફરકાવતાની સાથે જ ભક્તો આનંદથી ઉમટી પડ્યા. “જય શ્રી રામ” ના નારાઓથી સમગ્ર વાતાવરણ રામની ભાવનાથી ભરાઈ ગયું. આ પ્રસંગે ઉત્તર…







